Mysamachar.in-સુરત:
જો આપના ઘરમાં નાના બાળકો છે તો આ કિસ્સો તમને સાવધાન કરવા માટે કાફી છે, અને જો વાલીઓ ચેતશે નહિ તો આવી ઘટનાનું પુનરાવર્તન પણ થઇ શકે છે, વાત છે સરત શહેરની જ્યાં કડોદરામાં 10 માસના બાળકના ગળામાં ફૂગ્ગો ફસાઈ જતા તેનું મોત થયું છે. જાણવા મળતી વિગતો પ્રમાણે બાળક રમતા રમતા તેના ગળામાં ફૂગ્ગો ફસાઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક તેણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
સુરતના કડોદરા શિવસાઈ સોસાયટીમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં એક 10 માસના આદર્શ પાંડે નામના બાળકના ગળામાં ફૂગ્ગો ગળામાં ફસાઈ જતા તેનું મોત નિપજ્યું છે. જાણવા મળી રહ્યું છે કે રમતા સમયે બાળકે ફૂગ્ગો મોઢામાં નાખ્યો હતો, ત્યારબાદ 10 માસના આદર્શના ગળામાં ફૂગ્ગો ફસાયો હતો. ફૂગ્ગો ફસાઈ જવાની ઘટનાની ખબર પડતા પરિવાર ડઘાઈ ગયો હતો અને તાત્કાલિક બાળકને 108 એમ્બુલ્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન 10 માસના માસૂમનું મોત નીપજયાનું જાહેર થયું છે.