Mysamachar.in-સુરત:
હજુ તો હમણાંની જ ઘટના છે કે અમદાવાદમાં નિર્માણધીન ઈમારતમાં લીફ્ટ દુર્ઘટના સર્જાવવાથી 7 કામદારોના મોત થયા હતા ત્યાં જ આવી બીજી ઘટનાનું પુનરાવર્તન સુરતમાં થયું છે જેમાં બે કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ અંગે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે, સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નિર્માણાધીન પેલેડિયમ રેસિડેન્સીમાં 14મા માળે લિફ્ટથી કામગીરી દરમિયાન બેનાં નીચે પટકાતાં મોત થયાં છે. આ ઘટનામાં એકનું બેલેન્સ લથડતાં બીજો તેને બચાવવા જતાં બંને નીચે પટકાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે.
આ આખી સોસાયટી હાલમાં બની રહી છે. હાલ આ રેસિડેન્સીમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. સ્ટૂલ પરથી બેલેન્સ લથડતાં એકને બચાવવા જતાં બીજો વર્કર પણ સાથે નીચે પટકાયો હતો, જેથી બંનેનાં મોત થયાં છે.મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના સિરુડ ગામના વતની આકાશ ઉ.વ.25 અને નિલેશ પાટીલ ઉ.વ.22 સુરતમાં રહે છે અને લિફ્ટની કામગીરી સાથે સંકળાયેલા હતા જેમના મોત નીપજ્યા છે.