Mysamachar.in-સુરત:
સુરતમાં ચોંકાવનારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અલથાણ વિસ્તારમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ વાનને એક કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં સ્કુલવાનમાં સવાર તમામ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તો એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. કારે કેવી રીતે 10 ફૂટ સુધી સ્કૂલ વાનને ઢસડી તેનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે.
કાર સ્કૂલ વાન સાથે અથડાઈ ત્યારે વાનમાં 9 વિદ્યાર્થીઓ સવાર હતી. જેમાં તમામ ભુલકાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તો એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્કૂલ વાનના અકસ્માથી વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા, અને તાત્કાલિક હોસ્પિટલમાં દોડ્યા હતા. તો અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કારચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી કેવી રીતે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. કારચાલકની ગંભીર બેદરકારી સામે દેખાઈ રહી છે.