Mysamachar.in-સુરત:
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પાસેના રાજ્યોમાંથી બુટલેગરો દારૂની હેરફેર કરવા અલગ અલગ યુક્તિઓ અજમાવી ગુજરાતમાં દારુ ઘુસાડી દેતા હોય છે, એવામાં પીનારાઓ માટે એક ચોકાવનારા અહેવાલ એ આવ્યા છે, કે સુરત પોલીસે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગેરકાયદે રીતે દારૂની ઘૂસાડાતો હોવાની બાતમી મળતાં ધુલિયા-સુરત નેશનલ હાઇવે પર આવેલી એપલ હોટલ પાસેથી સુરત તરફ જતું કન્ટેનર તલાશી લેતા કન્ટેનરમાંથી 43 લાખનો નકલી વિદેશી દારૂ મળી આવ્યો હતો. કન્ટેનર ચાલક અને તેનો કો-ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં.
પોલીસને બાતમી મળી હતી કે ધુલિયા સુરત નેશનલ હાઇવે પર કન્ટેનર નંબર (GJ-06AZ-3560)માં વિદેશી દારૂ રોયલ વ્હિસ્કી દારૂ ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યો છે. પોલીસને દારૂનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યા છે. અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરફેર કરતા કન્ટેનર સામે કાર્યવાહી કરવામાં આવી છે.આમ નકલી શરાબ પ્યાસીઓ સુધી પહોચે તે પૂર્વે જ પોલીસે મોટીમાત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે.