Mysamachar.ni:બનાસકાંઠા
લાંચિયા બાબુઓની દિનપ્રતિદિન સંખ્યામાં રાજ્યમાં સતત વધારો થઇ રહ્યો છે, એવામાં લાંચ લેતા વધુ એક પોલીસકર્મી અને વચેટીયો એસીબીને હાથ લાગ્યા છે, આ વખતે બનાસકાંઠાના ધાનેરામાં ધાનેરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ અને વચેટીયો એસીબીને હાથ લાગ્યા છે.આ કેસની એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસમાં ફરિયાદી વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ એક્ટ અનવ્યે ગૂનો દાખલ થયેલ. જે ગુનાની તપાસ એ.એસ.આઈ રવિ રમેશ સોલંકી કરતા હતા તેઓએ આ કેસમાં ફરિયાદીને અટક કરી તરત જ જામીન પર મુક્ત કરવા તથા મારઝૂડ નહિ કરવા તેમજ મુદ્દામાલ છોડવા પોઝિટિવ અભિપ્રાય આપવા 75,000 ની માગણી કરેલ અને આ લાંચની રકમ આક્ષેપીત ખાનગી વ્યક્તિ એવા ગની મુસલાને આપી દેવા રૂબરૂમાં જણાવેલ.પરંતુ ફરિયાદી જાગૃત હોય અને લાંચના નાણાં આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી. પાલનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરેલ. જે આધારે લાંચના છટકું ગોઠવવામાં આવતા ગની મુસલાએ એ.એસ.આઈ રવી સોલંકીના કહેવાથી તેમના વતી લાંચની રકમ રૂપિયા 75000 સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા બાદ એસીબીએ બન્નેને ડીટેઈન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે