Mysamachar.in-બનાસકાંઠા
ચડીબનિયાનધારી ગેંગ ઘરફોડ ચોરીઓને અંજામ આપવા માટે જાણીતી ગેંગ છે, એવામાં બનાસકાંઠા પોલીસે આ ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે, ધરફોડ ચોરીના 3 આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે, જે ના માત્ર બનાસકાંઠા પરંતુ અન્ય જીલ્લાઓ જેમ કે મહેસાણા, વિજાપુર, કડી સહિતના જિલ્લાઓમાં 86 ઘરફોડ ચોરીઓને આરોપીઓએ અંજામ આપ્યો હતો. જેમાં એલસીબીને ચડ્ડી-બનિયાનધારી ગેંગનોત્રણ શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા શખ્સોએ બનાસકાંઠામાં 50, મહેસાણા માં 18, સાબરકાંઠા માં 6, આણંદ માં 9, અરવલ્લી માં 2, ગાંધીનગર માં 2 ઘરફોડ ચોરીને અંજામ આપ્યાનું ખુલવા પામ્યું છે,
8 સભ્યોની ચડ્ડી બનિયાન ધારી ગેંગ ઘણા સમયથી ઘરફોડ ચોરીઓ કરીને તરખાટ મચાવતી હતી જોકે એલસીબી પોલીસે બાતમીને આધારે ગેંગ ના ત્રણ સભ્યો રાકેશભાઇ બચુભાઇ મોહનીયા, બાલુભાઇ મથુરભાઇ માવી, અને દીલીપભાઇ મણીલાલ સોનીને ઝડપયા હતા. આ ત્રણ આરોપીઓ પાસેથી એલસીબીએ 160 ગ્રામ.સોનુ અને 3 કિલો.500 ગ્રામ ચાંદીનો મુદ્દામાલ કબજે કરયો હતો ચડ્ડી-બનિયાનધારી ગેંગ અગાઉ વડોદરા જિલ્લામાં પણ તરખાટ મચાવી ચૂકી છે આ ગેંગના સભ્યો ખાસ કરીને શનિવાર અને રવિવાર ના દિવસે ઘરફોડ ચોરીને અંજામ આપવાનું પસંદ કરતાં હતા.
રાત્રીના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપતા જોકે અનેક જગ્યાએ ઘરફોડ ચોરીને અંજામ આપતા સમયે પથ્થરમારો કરવાની પણ આ ગેંગની મોડસઓપરેન્ડી હોવાનું સામે આવ્યું છે, આ ગેંગના પાંચ આરોપીઓને હજુ પકડવાના બાકી છે. આ તસ્કર ટોળકી ચોરી કરવા માટે સોસાયટી નજીકના ખેતરોમાં રોકાણ કરતી હતી. અને રાત્રે ચડ્ડી- બનિયાન પહેરી બંધ મકાનોને નિશાન બનાવતી હતી. ખાસ કરીને શનિ રવિના રજાના દિવસે જ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.