Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં યુવકો નવરા પડે એટલે વિવિધ ઓનલાઈન ગેમો મોબાઈલમા રમી અને ટાઈમ પસાર કરતાં હોય છે , પણ આ રીતે ઓનલાઈન ગેમ રમવાના ઘણા ગેરફાયદાઓ પણ છે, ત્યારે અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવક ગેમ રમતા રમતા ગુન્હેગાર બની ગયો છે, અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ડેબીટકાર્ડમાં થી ઓટીપી વિના પૈસા ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરતા શખ્સોની ધરપકડ કરતાં આ મોડસઓપરેન્ડી નો પર્દાફાશ થયો છે, જેમાં સરખેજ મકરબા ખાતે રહેતા તુષાર નામનાં વ્યક્તિના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે ઓટીપી મેળવ્યા વિના ડેબીટકાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા 16,766 અનઅધિકૃત રીતે મેળવીને તીનપત્તી ઓક્ટ્રોની ચીપ્સ ખરીદવા માટે વાપરી નાખ્યા હોવાની હકિકત સામે આવી હતી, આ મામલે સાયબરક્રાઇમે વસ્ત્રાલનાં નિકુંજ અને અમરાઇવાડીનાં હિતેષની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યુ કે, નિકુંજને ઓનલાઇન તીનપત્તી ઓક્ટ્રો અને પબજી રમવાની આદત હોવાથી તેણે રોયલ પાસ ખરીદવા હિતેષ અને નટુ ઠાકોરનો સંપર્ક કરીને મોબાઇલ મારફતે ફરિયાદીનાં ડેબીટકાર્ડનો ઉપયોગ કરીને છેતરપીંડી કરી હતી. ત્યારે આ પ્રકારનો ડેટા આરોપીએ ક્યાંથી મેળવ્યો તે પણ મોટો સવાલ ઉભો થયો છે.અને પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.