Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમા કાળઝાળ ગરમી વચ્ચે આજે રાજ્યના હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે,જે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૨ અને ૧૩ જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે,
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે,સાથે જ જે માછીમારો સૌરાષ્ટ્રના દરિયામાં છે તેવોને પરત આવી જવા જરૂરી સૂચનાઓ પણ તંત્રએ આપી છે,અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ વેરાવળથી દક્ષિણ પૂર્વથી ૧૦૨૦ કિ.મી. જેટલું દૂર છે.જેથી અગામી ૧૨ કલાકમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ૨૪ કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
વેરાવળ અને પોરબંદરના દરિયામાં એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.ગુજરાતમા ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ૧૨ અને ૧૩ જૂનના ભારે વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્રના જીલ્લ્લાઓ કચ્છ, અમરેલી, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગર, પોરબંદર, દ્રારકામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આજે કરાઈ છે.ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે,અને જરૂરી વિભાગો સાથે આજે બપોરે એક અગત્યની મીટીંગ પણ સંભવિત વાવાઝોડા અને વરસાદને લઈને ઉચ્ચઅધિકારીઓની અધ્યક્ષતામા યોજાશે.