Mysamachar.in-રાજકોટ:
યુવતીઓને લલચાવી ફોસલાવી તેની સાથે શારીરિક સબંધો બાંધી અને બાદમાં તે એકાંતનીપળોના ફોટાઓ અને વિડીયોને શસ્ત્ર બનાવી અને અમુક ચાલાક શખ્સો યુવતીઓને બ્લેકમેલ કરી અને યુવતીઓ સાથે વારંવાર શરીરસબંધો બાંધતા હોવાના અનેક કિસ્સાઓ ગુજરાતમાં સામે આવી ચુક્યા છે, અને આવતા રહે છે, જેમાં રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો તાજેતરમા જ પોલીસ મથક સુધી પહોચ્યો છે,
રાજકોટના પરાપીપળીયા ખાતે રહેતી એક યુવતી સાથે તેની જ બહેનપણીના પતિએ સેક્સ માણીને નગ્નાવસ્થામાં ફોટા પાડ્યા હતા. જે બાદ આ તમામ ફોટાઓ વાઈરલ કરવાની ધમકી આપીને તે યુવતીને ગોવા અને મેંગલોર લઈ ગયો હતો. ત્યાં પણ તેની સાથે સંબંધો બાંધ્યા હતા.એકાદ વર્ષ પહેલા હાર્દિકે ફરિયાદી યુવતીને ફોન કરીને ધમકી આપી એસઆરપી કેમ્પ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ફ્લેટમાં બોલાવી હતી. આ ફ્લેટમાં તેણે યુવતી સાથે બળજબરી કરી સેક્સ માણ્યું હતું અને યુવતીના નગ્ન ફોટા પાડી લીધી હતા, એ પછી ફોટા વાઇરલ કરી નાખવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ અંગે યુવતી જો કોઈને કહેશે તો ફોટા વાઇરલ કરીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ રીતે વારંવાર બળાત્કાર ગુજારાતાં કંટાળેલી યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.