Mysamachar.in-રાજકોટ:
એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને વધુ એક સફળતા મળી છે, અને રાજકોટમાંથી જરૂરિયાતમંદ લોકોને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોન કરાવવામા ટકાવારી રાખનાર એક બાબુ રંગેહાથ લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યો છે,વાત એવી છે કે આ કેસના ફરીયાદીના પત્નીના નામે જીમના સાધનો ખરીદવા માટે રૂા.૮,૦૦,૦૦૦/- ની લોન જીલ્લા ઉધોગમાથી મંજુર કરાવાની હોય જેના એક ટકા લેખે રૂા.૮૦૦૦/- ની માંગણી હેડકલાર્ક દ્વારા કરવામાં આવેલ…
જે બાદ રકજકના અંતે રૂા.૭૦૦૦/- ની રકમ આપવાનો વાયદો થયેલ પરંતુ આ કામના ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર સંપર્ક કરી એ.સી.બી.માં આપેલ ફરીયાદ આધારે એસીબી રાજકોટે ગોઠવેલ લાંચના છટકામા ડાયાભાઈ કરશનભાઈ રાઠોડ જે જીલ્લા કુટીર ઉદ્યોગમા હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતો હોય તેણે ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂા.૭૦૦૦ માંગી અને સ્વીકારતા જ એસીબીની ટીમે અધિકારીને કચેરીમાં થી જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આ કાર્યવાહી એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશી ના માર્ગદર્શન હેઠળ ટ્રેપીંગ અધિકારી પી.આઈ. પી.વી.પરગડુ એ જામનગર તથા રાજકોટ ટીમ સાથે કરી હતી