Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામા કાર્યરત એસ્સાર જે હવે નયારાના પ્રદુષણના ત્રાસથી આજુબાજુના ગ્રામજનો લાચાર થઇ ગયા છે, અને વારંવાર લેખીત અને મૌખીક રજુઆતો કરે છે પરંતુ પ્રદુષણ બોર્ડ સહિત લગત વિભાગો કંપનીની લાજ કાઢે છે બીજી તરફ પ્રદુષણ અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશનમા ફોજદારી દાખલ કરી છે, તેમા પણ કંઇ સઘન તપાસ કરી જવાબદારો સામે કંઇ પગલા લીધા નથી, ત્યારે ગ્રામજનોની તકલીફ દૂર થતી નથી માટે ગ્રામજનોને વધુ એક વખત હિંમત કરી વધુ એક આવેદન આપ્યુ છે, એ આશાએ કે તંત્ર કંઇક પગલા લઇ ગ્રામજનોને કંઇક રાહત અપાવશે
આવેદનપત્રમા જણાવ્યા મુજબ અને કરવામાં આવેલા આક્ષેપો મુજબ ગ્રામજનો માટે નક્કી થયા મુજબ વેલફેર ફંડ વાપર્યુ નથી આ ફંડ ફરજીયાત ગ્રામજનો માટે ઉપયોગમા લેવાનુ હતુ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશનોગ્રાફીની ગાઇડ લાઇન મુજબ પાલન કરાવવા માંગણી છે, સલાયાના દરિયામા હાઇડ્રોકાર્બન ઘટવાના રિપોર્ટ લોકોના આંખે પાટા બાંધવા સમાન છે,આ વિસ્તારમાં હવા પાણી અને કચરાના પ્રદૂષણને લીધે સમગ્ર વાડીનાર અને આજુબાજુના ગામડાઓમાં લોકોની હાલત ખરાબ છે,લોકોની આજીવિકાનો પણ પ્રશ્ર્ન છે,ઉપરથી કંપની તેની ઉત્પાદન ક્ષમતા ડબલ કરી રહી છે જેથી મુશ્કેલી ડબલ થશે, જેથી લોકોના ફેફસામા ડબલ પ્રમાણમા ઝેરી વાયુ જશે જે જોખમી બનશે,કંપનીંમાથી નીકળતી કાળી મેષ ઝાંખર સહિતના ગામ પર પથરાઈ જાય છે અને લોકોને તકલીફ થાય છે, ચોમાસામાં વરસાદ સાથે પ્રદુષીત પાણી દરિયામા જઈ દરિયાઈ જીવોને મારી નાખે છે, અને કોરલ મેંગરુવ માછલીઓ વગેરેને ભારે નુક્શાન કરે છે. કોલસાનુ‘ પ્રદૂષણ બેહદ રીતે જામનગર મરીન નેશનલ પાર્ફને નુક્શાન કરે છે,પ્રદુષણ અને કાળી મેસ ગુગલ મેપ પર પણ જોઇ શકાય છે, તેમજ પ્રદુષણ સહિત ઝેરી ગેસ કંપનીની બહાર ન આવે તેવી વ્યવસ્થા થાય નહી ત્યા સુધી વિસ્તરણની મંજુરી આપવામા ન આવે તેવી માંગણી આ આવેદનમા કરાઇ છે
-ઓનલાઇન મોનીટર નથી
કેન્દ્ર સરકારના વનપર્યાવરણ વિભાગની જોગવાઇઓ મુજબ પ્રદુષણ માપવા ઓનલાઈન મૌનિટરિંગ સિસ્ટમ ૬ જગ્યાએ લગાવવાની હતી અને એક્ મોબાઇલ મૌનિટરિંગ વાન પણ મૂકવાની હતી પરંતુ આવી મોટી કપની કે જે ૨૦૦ લાખ મેટ્રિક ટન જેટલુ ઓઇલ રિકાઇનરી કરવાની ક્ષમતા ધરાવે છે તેને બેદરકારી દાખવી હવા પ્રદૂષણની માત્રા માપવાના સાધનો પુરતા લગાવ્યા જ નથી છતા લગત તંત્રો ફરજ પાડી શકતા નથી
-રેવન્યુ,ફોરેસ્ટ,આરોગ્ય,પ્રદુષણ ,પોલીસ સહિત ડીપા. કંઇક દબાણ મા છે
કંપનીએ ગૌચર દબાવી લીધુ, દરિયો પ્રદુષીત કરી મરીનપાર્ક ને નુકસાનકર્યુ,પ્રદુષણ થી માનવી અને પશુના આરોગ્ય બગાડ્યા,પોલીસ ફરિયાદ કરી,પ્રદુષણ નરી આખે દેખાય છે તે દર્શાવ્યુ છતા લગત દરેક વિભાગો કંપનીથી દબાતા હોય પગલા લેતા અચકાટ અનુભવતા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે, સરકાર પણ આ બાબતે ગંભીરતા દાખવતી નથી વગેરે આક્ષેપ કરતા હોવાનો સાર આવેદનપત્ર ઉપરથી નીકળે છે