Mysamachar.in-જામનગર:
એક તરફ સરકારે શહેરી વિસ્તારોમાંથી હેલ્મેટને મુક્તિ આપી છે, સારી બાબત છે પણ શહેરમાં બેફામ સ્પીડે દોડતા વાહનો પર પોલીસતંત્રએ આકરા પગલા લેવાની જરૂર હોય તેમ આજે બનેલા એક અકસ્માતના બનાવ બાદ લાગી રહ્યું છે, બાઈક અને કારચાલકો જાણે શહેરની અંદર રેસ લગાવવા માટે નીકળ્યા હોય તેમ પુરપાટ ઝડપે વાહનો હંકારીને કેટલાયને અડફેટ લેતા હોય છે, ત્યારે આજે જામનગરમાં પણ આવી જ એક ઘટના ટાઉનહોલ નજીક સામે આવી છે, જેમાં પુરપાટ ઝડપે દોડી રહેલી એક અર્ટગા કારે ટાઉનહોલની ગોળાઈમાં ત્રણ કાર અને બાઈક ને અડફેટ લીધા જેમાં એકટીવાચાલકને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, પ્રત્યક્ષદર્શીઓ નું કહેવું છે કે એક કાર પુરપાટ ઝડપે આવી રહી હતી જેને લીધે આ અક્સ્માત સર્જાયો છે.પોલીસ સ્થળ પર પહોચીને આ મામલે તપાસ કરી રહી છે.

























































