Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી ડામાડોળ છે,કેટલી વાર તો એવું પણ થાય છે કે કર્મચારીઓને ચુકવવાના પગારના પૈસા પણ નથી હોતા,એવામાં સ્વભંડોળના સ્ત્રોતસમી કરોડોના બાકી વેરાની વસૂલાત કરવા મહાનગરપાલિકા છેલ્લા કેટલાક સમય થી એક્શન મોડમાં આવી હોય તેમ લાગી રહ્યું છે.
મનપાની મિલ્કત વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરાની વસુલાત દરમ્યાન મિલ્કત વેરો ન ભરતા આસામીઓને નિયમાનુસાર ૨,૭૬૪ રહેણાંક મિલકતોને તથા ૧,૩૭૩ બિનરહેણાંક મિલ્કતો સહિત કુલ-૪,૧૩૭ વોરંટની બજવણી કરવામાં આવેલ છે,જ્યારે ૬૬૭ રહેણાંક મિલ્કતો તથા ૪૧૩ બિનરહેણાંક મિલ્કતો સહિત કુલ-૧૦૮૦ અનુસૂચિની બજવણી કરવામાં આવેલ છે.તેમ છતાં, મિલ્કત વેરો ન ભરનાર આસામીઓની મિલ્કતોને જપ્તીમાં લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.
આ જપ્તી દરમ્યાન કુલ-૨૨૪ મિલ્કતોને જપ્તી લેવામાં આવેલ તેમજ આ કાર્યવાહી દરમ્યાન સ્થળ પર કુલ-૮૬ આસામીઓ પાસેથી કુલ રૂ.૪૧,૭૮,૫૮૮ની મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ,જ્યારે જપ્તીમાં લીધેલ મિલ્કતો પૈકી ૧૧૪ આસામીઓ દ્વારા બાકી મિલ્કત વેરો ભરપાઈ કરતા મિલકતોના ‘સીલ’ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે,
રીકવરી ટીમ દ્વારા વોર્ડવાઇઝ રીકવરીની કાર્યવાહી હાથ ધરતા ચાલુ નાણાકીય વર્ષ અંતર્ગત રૂ.૧૧ કરોડની રીકવરી થવા પામેલ છે,‘જપ્તી’માં લેવામાં આવેલ મિલ્કતનો મિલ્કત વેરો ન ભરતા આવા આસામીઓની મિલ્કતોની ‘જાહેર હરરાજી’ની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે,
જામનગર મહાનગરપાલિકા દ્વારા સને ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ અંતર્ગત મિલ્કત વેરા દ્વારા શહેરમાં આવેલ મિલ્કતોની મિલ્કત વેરાની તા.૦૪/૦૨/૨૦૧૮ની સ્થિતિએ કુલ રૂ.૩૮.૭૨ કરોડની આવક થવા પામેલ છે.આ કાર્યવાહી આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મળના માર્ગદર્શન હેઠળ જુદીજુદી ટીમો દ્વારા કરવામાં આવી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.