mysamachar.in-જામનગર
સમગ્ર ગુજરાતમાં લાભ પાંચમથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યા બાદ આ વખતે પણ કોઈના કોઈ રીતે મગફળી ખરીદીનો વિવાદ સમવાનું નામ લેતો ના લેતો હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં જામનગર હાપા યાર્ડ ખાતે છેલ્લા પાંચ દિવસથી સરકાર દવારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી ત્યાર થી વ્યવસ્થાના અભાવે ખેડૂતોમાં ભારે ઉહાપોહ ઉઠતા આજે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા પણ યાર્ડ ખાતે પહોચ્યા હતા અને ખેડૂતોની તકલીફોની માહિતી મેળવી હતી,
હાપા યાર્ડ ખાતે ખેડૂતો દવારા ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા હતા તેમાં મગફળીની ગુણવતા બાબતે ફરીથી વિવાદ સામે નિયમો મુજબ ખરીદ કરવાનો અધિકારી દ્વારા આગ્રહ રાખવામા આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી,અને ખેડૂતોની ફરિયાદો ને ધ્યાને લઈને યાર્ડ ખાતે દોડી ગયેલ ધારાસભ્ય એ જાણાવ્યું હતું કે ખેડૂતો પાસે સારી ગુણવતાની મગફળી હોવા છતાં રિજેક્ટ કરી દેવાની બાબત યોગ્ય ના હોવા સાથે જ એક તો સરકાર ભાવંતર યોજના હેઠળ મગફળી ખરીદ કરતી નથી અને ઉલટાનું આવી તકલીફો થી ખેડૂતો પરેશાન હોય સરકારે આવા ખરીદીના નાટકો બંધ કરી દેવા જોઈએ તેમ પણ ધારાસભ્યએ કહ્યું હતું,
આમ જામનગર હાપા યાર્ડમાં એક બાજુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની ચાલુ કરેલ છે તો બીજી બાજુ હાપા યાર્ડની ઓપન બજારમાં આજથી જ્ગ્યાના અભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું બંધ થતાં દેકારો બોલી ગયો છે,
કોઈ આયોજન વિના જ દરવર્ષની માફક આ વર્ષ પણ મગફળીની ખરીદી ની શરૂઆત ને હજુ તો દિવસો જ થયા છે ત્યાં જ મગફળી વેચાણ કરવા માંગતા ખેડૂતો મા રોષ વ્યાપી ગયો હોય તેમ લાગી રહ્યું છે,
શું કહ્યું તાલુકા વિકાસ અધિકારીએ..
આજે હાપા યાર્ડ ખાતે દોડી જઈ અને ધારાસભ્ય એ સરકાર સામે મગફળીની ખરીદીને લઈને જે ગભીર આક્ષેપો કર્યા હતા તે અંગે સ્થળ પર હાજર જામનગર તાલુકા વિકાસ અધિકારી એ મેરજા એ જણાવ્યું હતું કે નિયમમુજબ મગફળીની ખરીદી કરાઈ રહી છે અને જે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોય માત્ર તેને જ રીજેક્ટ કરવામાં આવે છે અને અત્યારસુધીમાં આવી સાતેક ખેડૂતોની રીજેક્ટ કરવામાં આવી હોવાનું મેરજા એ જણાવ્યું હતું.