mysamachar.in-જામનગર-
ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ બિન અનામત વર્ગના લોકોને ખુશ કરવા માટે ગઈકાલે બિનઅનામત વર્ગ માટે સહાય યોજનાની જાહેરાત કરી હતી, જેની સામે ગુજરાતભરમાંથી પ્રતિક્રિયાઓ શરૂ થઈ થતા સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા સરકારની આ બિન અનામત વર્ગ માટેની જાહેરાત સામે ટીખળ સાથે પ્રતિક્રિયાઓનો જોરદાર મારો હાલ સુધી ચાલી રહ્યો છે,અને ખાસ કરીને પાટીદાર યુવાનો દ્વારા રમૂજ સાથે સરકારની આ જાહેરાત સામે સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો ચલાવવામાં આવ્યો છે,અને ટીકા કરવામાં આવી રહી છે
સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ ગણતરીની કલાકોમાં સોશ્યલ મીડિયાના માધ્યમમાં એક પછી એક ટીખળ કરવામાં આવી હતી જેમાં નીતિનભાઈ અમારે સહાય નથી જોતી માત્રને માત્ર નોકરીમાં અને શિક્ષણમાં અનામત જોશે, માંગી હતી અનામત, આપી દીધી લોન, 3. ભણશે ગુજરાત, ભણતા ભણતા 4 ટકા વ્યાજ ભરશે ગુજરાત, સહાયની લોલીપોપ નથી જોતી, અનામત આપો કાકા, 18 ટકા EBC આપીને આંદોલન પૂરું કરી દેવાનું જ છે,તો એમાં પછી પ્રેસ કોનફરન્સ શુ કરવાની !! કાકા તો કાકા જ છે. રમાડવાની લિમિટ હોય.વગેરે પ્રકારની કોમેન્ટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે,
આમ ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે શિક્ષણ માટે તેમજ સ્વરોજગાર માટે ધિરાણ આપવા ની જાહેરાત કર્યા બાદ ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનોમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી રમૂજ કરીને સરકારની આ જાહેરાતને મશ્કરીમાં લઈ ઠેકડી ઉડાડીને અને આકરી ટીકા કરી હતી,મીડિયામાં ગઈકાલે જે કોમેન્ટો કરવામાં આવી હતી,જેમાં થી અમુક કોમેન્ટ અંશો અત્રે તસ્વીરોના રૂપમાં પ્રસ્તુત કર્યા છે.