Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેફામ બન્યા છે, થોડા સમય પૂર્વે અહી વિવિધ ઔદ્યોગિક એકમોને નિશાન બનાવી અને લાખોની ચોરીનો મામલો અને પોલીસની નિષ્ક્રિયતાની રજૂઆત છેક સી.એમ સુધી પહોચી હતી, એવામાં વધુ એક ઘરફોડ ચોરીની વારદાત સામે આવતા પોલીસ ધંધે લાગી છે. આ અંગે મળતી વિગતો મુજબ,
કાલાવડ તાલુકાના બેડીયા ગામે વસવાટ કરી ખેતીકામ કરતા ભગીરથસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 13 થી 14 ના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના મકાનમાં પ્રવેશી રૂમનો દરવાજો ખોલી અંદર રહેંલ કબાટમાં તિજોરીના લોક તોડી નાખી 14000 રોકડ ઉપરાંત ચાંદીના દાગીના અને સોનાના 30 તોલા જેટલા અલગ અલગ પ્રકારના ઘરેણાઓ એમ મળી કુલ 7.76 લાખની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા તસ્કરોના સગડ મેળવવા પોલીસે દોડધામ શરુ કરી છે.