Mysamachar.in-જામનગર:
રાજકોટમાં આંગડિયા પેઢી ચલાવતા સંજયભાઈ પટેલ નામના વ્યક્તિને રાજકોટથી ૪ કરોડ જેટલી ખંડણી વસુલ કરવા માટે અપહરણ કરવામાં આવ્યા બાદ ઠેબા ચોકડી નજીક જયારે આ કાર પહોચી ત્યારે મહિલા પોલીસકર્મીને શક્ જતા તેને આ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો,પણ કાર ના રોકાતા મહિલા પોલીસકર્મીએ પંચ બી પીએસઆઈ જે.ડી.પરમારને આ અંગે જાણ કરી હતી,તેથી તેવો સ્ટાફ સાથે ત્યાં પહોચી ચુક્યા બાદ કેટલીયવાર સુંધીપોલીસે ખંડણીખોર શખ્સોનો ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ અંતે પાંચ શખ્સો ઝડપાઈ જવા પામ્યા છે.ઝડપાયેલા શખ્સો ભુજ ના હોવાનું સામે આવી રહ્યું છે.