mysamachar.in-જામનગર:
ગુજરાતમાં એક બાજુ પરપ્રાંતિયો પર હુમલાના બનાવો અને હિજરત કરવાની ફરજ પાડવા મામલે ભારે હોબાળો મચી ગયો છે ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયોમા ભારે ભયનું વાતાવરણ ફેલાયું છે…તેવામાં જામનગર જીલ્લામાં શાંત વાતાવરણ હોય જામજોધપુર પંથકમાં ખાનગી પવનચક્કી કંપનીમાં કામ કરતાં ૬ પરપ્રાંતિય શખ્શો મોજથી પાનાં ટીચતા રંગેહાથે પોલીસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે,
ગુજરાતમાં પરપ્રાંતિયોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે,ત્યારે કોઈપણ જાતના ભય વગર જામજોધપુર તાલુકાનાં કોટડા બાવીસી ગામે એન્વીજન પવનચક્કી કંપનીમાં કામ કરવા આવેલા પરપ્રાંતિય શખ્શો મોજથી જુગાર રમતા હોય પોલીસે પકડી પાડ્યા હતા,
જેમાં,વૈભવ દેશમુખ,સુખવાંતસિંહ ગીલ,હરજીન્દ્રસિંહ સેનિ,ભારત પાટીલ,નાગરાજુ અને બાસરાજ બિરાધર નામના પરપ્રાંતિય શખ્શો મોજથી કોટડા બાવીસી ગામે કોમ્પ્લેક્ષની બાજુમાં તીનપત્તિના જુગાર રમતા હોય આ તમામ શખ્શોની પોલીસે ધરપકડ કરીને રોકડા ૭ હજાર ઉપરની રકમ કબ્જે કરી જામજોધપુર લોકઅપ હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.