Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાનું ટેકનીકલ કર્મચારી અધિકારીઓનું યુનિયન કાર્યરત છે, અને તે યુનિયનની કારોબારી બેઠક ગતસાંજે આરામ હોટેલ ખાતે મળી હતી, જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ સહિતની બોડીની રચના થઇ છે, જેમાં પ્રમુખ તરીકે પી.સી.બોખાણી, ઉપપ્રમુખ તરીકે ભાવેશ જાની, મહામંત્રી તરીકે નીલેશ ભટ્ટ, સહમંત્રી તરીકે હિતેશ પાઠક અમિત કણસાગરા, સંગઠન મંત્રી રાજભા જાડેજા, ખજાનચી ચેતન સાંગાણી, કાર્યાલય મંત્રી હરીશ વાણીયા, સહકાર્યાલય મંત્રી અનવર ગજ્જ્ન, કારોબારી સભ્યોમાં જયેશ કાનાણી, ઊર્મિલ દેસાઈ, મનોજ રાઠોડ, ડી.કે.કામરીયા, રમેશ બાબરિયા જયારે વિશેષ સલાહકાર સમિતિના સભ્યો તરીકે એસ.એસ.જોશી, કે.કે.બિશ્નોઈ, મુકેશ વરણવા, અને ડો.એચ.ડી.આંબલીયા રહેશે.






