Mysamachar.in-જામનગરઃ
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની પ્રતિનિધિ સભા યોજાઇ હતી, જેમાં પ્રમુખ તરીકે જામનગરના ચંદ્રકાંત બી ખાખરિયાની બીજી ટર્મ માટે બે વર્ષ સુધી તથા મહામંત્રી તરીકે અમદાવાદના મનોજ પટેલની બીનહરીફ વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નગરપ્રાથમિક શિક્ષક સંઘ એ રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના પ્રાથમિક શિક્ષકોનું સરકાર માન્ય સંઘ છે. આ સંઘમાં રાજ્યની 6 મહાનગરપાલિકા અને 13 નગરપાલિકાના કુલ 15000 જેટલાક પ્રાથમિક શિક્ષકો જોડાયેલા છે. આ સંઘની પ્રતિનિધિ સભા તારીખ 27-01-2020ના રોજ ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં ઘટના સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્યો હાજર રહ્યાં હતા. આ બેઠકમાં જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2021 એમ કુલ બે વર્ષ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.