Mysamachar.in-જામનગરઃ
જામનગરની પ્રતિષ્ઠિત નાટ્યસંસ્થા "થીયેટર પીપલ" નું નવું નાટક ખૂબજ બોલ્ડ અને અલગ વિષય વસ્તુવાળુ "ચંદાનું વેકેશન" મુંબઇ ભારતીય વિધ્યા ભવન આયોજીત અદિ મર્ઝબાન નાટય મહોત્સવમાં કુલ ૨૨ નાટકો વચ્ચે અંતીમ છ માં પસંદગી પામ્યા બાદ દ્વિતીય શ્રેષ્ઠ નાટક અને બીજા અનેક પારીતોષીકો મળતા શહેરની રંગભૂમિનું એક ઔર સીમાચીન્હ રુપી નાટક સાબીત થયું છે.
વિખ્યાત લેખક કવિ ડો. રઇશ મનિઆરની ટુંકી વાર્તાનું નાટ્ય આ લેખન જાણિતા ગૌરવ પુરસ્કૃત રંગકર્મિ વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવેલ જેનું સુંદર માવજતભર્યુ દિગ્દર્શન જય વિઠ્ઠલાણીએ કરેલ. એક બોલ્ડ વિષયને નજાકતતાથી રંગમંચ પર સફળતા પૂવર્ક રજુ કરેલ. અગાઉ પણ જય વિઠલાણી દવારા અનેક રાજ્ય અને રાષચ્ટ્રીય એવોર્ડ વિનીંગ નાટકો "ભૂમિકા", ભૃગુસંહિતા" કાળુ એટલે અંધારુ" જેવા આપણને મળ્યા છે, જે શ્રુખલામાં આ નાટકથી વધારો થયો છે.નાટક ચંદા નામની રુપજીવીનાના જીવનના એ એક દિવસ પર આધારીત છે, જયારે એ ચૌદ દિવસની રજા પરથી પરત ફરી છે. આ હ્રદયસ્પર્શી નાટકમા મુંગા બેહરા બાળકની ભૂમિકા માટે શહેરની ઉગતી પ્રતીભા અને બાળ કલાકાર એવા દર્શ વિઠ્ઠલાણીને અભિનેતાની કેટેગરીમાં શ્રેષ્ઠઅભિનેતાનું તૃતીય પારિતોષિક મળ્યુ હતું.થીએટર પીપલ સંસ્થામાં સૌથી નાની ઉંમરમા આ સિદ્ધિ પ્રાપ્ત કરતાં સમગ્ર સંસ્થા તથા સમગ્ર શહેર નું ગૌરવ વધારેલું છે.
જયારે ચંદા ના પાત્ર માટે કેયુરી મદલાણીને વિશેષ મેરીટ મળ્યુ. આ નાટક માં નીતા હરિયાણી, દર્શક સુરદિય તથા ભાર્ગવ નંદા ને પણ વિશેષ મેરીટ પારીતોષિકો અભિનય બદલ મળ્યા. શ્રેષ્ઠ સેટ ડીઝાઇન એવોર્ડ રોહીત હરીયાણી ને મળયો.આ નાટક ના લેખક વિરલ રાચ્છ ને પણ વિશેષ મેરીટ એનાયત કરવામાં આવેલ.લોકો ની વાહ અને વાહ બન્ને મેળવી જનારા આ નાટકના અન્ય કલાકારો રાજલ પૂજારા, તુષાર રાઠોડ, પ્રતિક શુક્લા, મોહમ્મદ શફી, અમન મિશ્રા, સિધાર્થ, દૃષ્ટિ પોપટ હર્ષ મદલાની, શ્લેશા પટેલ હતા . સંગીત સંચાલન પિયુષ ખખર દ્વારા કરવા માં આવ્યું હતું.મુંબઇ અને ગુજરાતભરમાંથી આવેલા નાટકો વચ્ચે અનેક એવોર્ડ સાથે છવાઇ જનાર નાટકે સૌરાષ્ટ્ર અને ગુજરાતની રંગભૂમિ નું ગૌરવ વધાર્યુ છે. આ મહોત્સવમાં અંતીમ. ચરણમાં નિર્ણાયક જાણીતાં દિગ્દર્શક રાજેશ જોશી, અને ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર પ્રતિક ગાંધી તથા અતુલ ઉનડકટ રહ્યા હતા.