Mysamachar.in-જામનગર :
નવદુર્ગા એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ટીચર્સ ક્લબ દ્વારા જામનગરમાં માતૃભાષા સંવર્ધન કાર્યક્રમ ગત તારીખ 8 ડિસેમ્બરના રોજ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પ્રાર્થનાહોલમાં યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રભાઇ ચોટલિયા એ માતૃભાષાનું કેટલું મૂલ્ય છે, એને શા માટે જાળવવી જોઈએ તથા અનેકવિધ શબ્દોનો ઉદ્દભવ શા માટે અને કઈ રીતે થયો વગેરે ઉપરાંત અનેક દંતકથાઓ અને કહેવતો વિશે પણ વિસ્તારપૂર્વક છતાં ખૂબ હળવી શૈલીમાં વાતો કરી. આજે જ્યારે સોશિયલ મીડિયાને લીધે માતૃભાષાનું સ્વરૂપ મલિન થઈ રહ્યું છે, આ કાર્યક્રમમાં ટીચર્સ કલબના પ્રફુલ્લાબા જાડેજા, સુરભિબેન દવે તથા દિલીપભાઈ વ્યાસે આ પ્રકારના કાર્યક્રમ દ્વારા શિક્ષકોમાં જ્ઞાનની નવી જ્યોત પ્રગટાવી. સમગ્ર કાર્યક્રમનું સભાસંચાલન બીનાબેન માણેકે તથા રજિસ્ટ્રેશન વગેરેનું કામ હેમાંગીબેન ભોગાયતાએ કર્યું હતું.