Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકાર દ્વારા ધો.૧૦ તથા ધો.૧૨ ના ગુજરાત બોર્ડના અભ્યાસક્રમોની ગુણવતા સુધારવા માટે NCERT મુજબ કરવામાં આવી રહ્યા છે,જેના ભાગરૂપે ગત વર્ષે ધો.૧૧ સાયન્સના અભ્યાસક્રમમાં NCERT મુજબ કરવામાં આવી રહ્યો છે,ત્યારે જામનગરના શિક્ષણ જગત માટે ગૌરવપ્રદ ઘટના ગણી શકાય તેવી છે,રાજકોટના યુવા શિક્ષક વિશાલ ચાવડાનું નામ આ વર્ષના ધો.૧૨ સાયન્સના રિલાયેબલ પબ્લિકેશનના પાઠ્ય પુસ્તકમાં ગણિતજ્ઞ તરીકે પ્રકાશિત થયું છે,જેના સહલેખક શૈક્ષણિક જગતના જ્ઞાતા દુસરાસાહેબ છે,
મહદઅંશે શૈક્ષણિક પાઠ્ય ક્રમોમાં લેખકો ગુજરાતનાં જ જોવા મળતા હોય છે,ત્યારે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટના ૩૨ વર્ષિય યુવાનનું નામ ધો.૧૨ સાયન્સના ગુજરાત બોર્ડના ગણિત પાર્ટ-૧ માં નવા અભ્યાસક્રમમાં છપાય તે માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગર્વની બાબત કહી શકાય.વિશાલભાઈ તેમની તેઓ આ સિધ્ધી માટે તેમના કેમેસ્ટ્રી વિષયના શિક્ષક રાજેશભાઈ વાડોદરિયાને તથા સહલેખક શિક્ષણવિદ દુસરાસાહેબને પ્રેરણાસ્ત્રોત ગણાવે છે,તેમજ હવે તેમનું આગામી સ્વપ્ન JEE કક્ષાનું પુસ્તક લખવાની છે,તેમ તેઓએ જણાવેલ હતું.
ધો.૧૨ સાયન્સના નવા પુસ્તકમાં સમગ્ર પાઠ્યક્રમના સોલ્યુશન તથા પ્રત્યેક સ્વાધ્યાયની પ્રેક્ટિસ માટેના દાખલા તથા NCERT નિષ્ણાંતો સાથેના પ્રશ્નોતર પણ સોલ્યુશન સાથે રજૂ કરવામાં આવ્યા છે,JEE તથા GUJCET માં પૂછાયેલા MCQ ના સોલ્યુશન તથા પ્રકરણ સહિત પેપર રજૂ કર્યા છે,એવું વિશાલભાઈ ચાવડા જણાવે છે,વિશાલ ચાવડા વર્ષ ૨૦૦૮ માં VVP એન્જીનિયરીંગમાં સ્નાતક થયા બાદ છેલ્લા એક દાયકાથી જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં શિક્ષક તરીકે કાર્ય કરી રહ્યા છે,તેમના પત્નિ પૂજા પણ VVP કોલેજમાં પ્રોફેસર છે,ત્યારે તેમની આ સફળતામાં તેમનો સાથ પણ ખુબજ મહત્વનો રહ્યો હોવાનું વિશાલભાઇએ જણાવ્યુ હતું.
તેઓ જણાવે છે કે,આજથી દાયકાઓ પૂર્વે તેમની જ્ઞાતિમાં પિતા ડો.અરજણભાઇ ચાવડા તથા માતા ડો.હસૂબેન ચાવડાએ વર્ષ ૧૯૭૪ માં તબીબી વ્યવસાય અપનાવીને રાજકોટ શહેર અને જ્ઞાતિમાં પ્રથમ નવો ચીલો ચાતર્યો હતો ત્યારે તેમને અભ્યાસના ગુણ વારસામાં મળ્યા છે,તથા કશુંક નવું કરવાનું તેમનું પહેલેથી જ સ્વપ્ન રહ્યું છે,જે આ ગણિતના પુસ્તકમાં નામ છપાતા સાકાર થયું છે,જેની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
નાનપણથી જ વિશાલભાઈને ગણિત પ્રિય રહ્યો છે,તથા માતા-પિતાએ જે પણ ઈચ્છા હોય તે ક્ષેત્રે કારકિર્દી માટેની છૂટ આપી હોય આજે તેઓ આ સિધ્ધી હાસલ કરી શક્યા છે,આ ઉપરાંત ક્યારેય તેમના સ્વપ્ન પૂર્ણ કરવામાં પરિવારજનો નડયા નથી પરંતુ હંમેશા સહાયક બનીને રહ્યા છે,હાલ વિશાલભાઈના ઘરમાં પત્નિ પૂજા અને ૩વર્ષની બાળકી છે,ત્યારે જયારે પણ જરૂર પડી છે,તમામ પરિજનો સહાયક બનીને સાથે રહ્યા છે,વિશાલભાઈને આ સિધ્ધી બદલ બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ જામનગર તથા સમગ્ર શિક્ષણ જગતમાથી શુભકામના મળી રહી છે.