Mysamachar.in-જામનગર:
આજે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થયું તેમાં જામનગરના કેટલાય તેજસ્વી તારલાઓએ મેદાન માર્યું છે.જેમાં જામનગર PGVCLના ખુબ જ કર્તવ્યનિષ્ઠ એવા અધિક્ષક ઈજનેર એ.કે.મહેતાની પુત્રીનો પણ સમાવેશ થાય છે,સત્યસાંઇ સ્કુલમાં અભ્યાસ કરતી જયતિ અજયભાઈ મહેતા એ ૯૯.૯૨ PR સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કરાયો છે, જયતિ પોતાની સફળતા વિષે માતાપિતાનો અભૂતપૂર્વ સહકાર મળ્યો હોવાની સાથે ભવિષ્યમાં તેણીએ C.A. બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, અધિક્ષક ઈજનેરની પુત્રી ગુજરાત બોર્ડમાં આઠમો ક્રમાંક પ્રાપ્ત કરતાં PGVCL પરિવાર માટે પણ આ ગૌરવની ઘડી છે.