Mysamachar.in-જામનગર:
“ગુજરાતી મહેમાનગતિથી” દેશ-વિદેશમાં વિખ્યાત બનેલી જામનગરની આરામ ગૃપને રાજ્ય સરકારના ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા આ વર્ષે અલગ-અલગ ૬ કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવેલા.
તાજેતરમાં અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે ગુજરાતના રાજયપાલ ઑ.પી.કોહલી, ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, અમદાવાદના મેયર, પદાધિકારીઑ, અધિકારીઑ તેમજ ગુજરાતભરના હોટેસ્લયર્સ, રેસ્ટોરન્ટના માલિકો,ટુર ઓપરેટર્સ અને ટુરીસ્ટોની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ત્રીજા ટુરીઝમ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ.
પ્રવાસન વિભાગ દ્વારા આ એવોર્ડો અલગ અલગ કેટેગરી ૫ સ્ટાર, ૪ સ્ટાર, ૩ સ્ટાર, ટુરીઝમ, રેસ્ટોરન્ટ, વિગેરે અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરી તેઓનું મેરીટ અને સગવડતાઓના માપદંડોથી સમગ્ર ગુજરાતના મતદાનના આધારે આપવામાં આવેલ.
જામનગરમાં આરામ ગ્રુપની હોટેલને ૩ અલગ-અલગ કેટેગરીમાં તથા આરામ ટ્રાવેલ્સને ૩ અલગ-અલગ કેટેગરીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. હોટેલ આરામ ગ્રુપમાં ૩૮ લકઝુરિયર્સ રૂમ્સ, ૩ બેન્કવેટ હૉલ અને ૩ રેસ્ટોરન્ટની સુવિધા છે,તેમાં ગાર્ડન રેસ્ટોરન્ટ અને ટેરેસ રેસ્ટોરન્ટએ જામનગરમાં ખુબ જ આકર્ષણ જગાવ્યું છે. હોટેલ આરામના નામથી વિદેશમાંથી આવતા અને જામનગરમાં રહેતા લોકોને ભાગ્યે જ કોઈ પરિચય આપવાની જરૂર પડે.આથી જ રાજ્ય સરકારના ગુજરાત ટુરીઝમ વિભાગે હોટેલ આરામ ગ્રુપને એવોર્ડોથી સન્માનિત કરી શહેરને ગૌરવ અપાવ્યું છે.
આરામ ગ્રુપની હોટેલને બેસ્ટ બિઝનેસ હોટેલ, બેસ્ટ મલ્ટીકુઝન રેસ્ટોરન્ટ, બેસ્ટ બેન્કવેટ મેન્યુ એમ ૩ કેટેગરીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ,આ એવોર્ડ હોટેલ આરામના સંચાલક અને સીમ્બોસીસ પુનાથી એમ.સી.એ. કરેલા અને જામનગરની જનતા માટે નવું પિરસતા એવા યુવાન પ્રણવભાઈ ભટ્ટે સ્વીકારેલ તેમજ આરામ ગ્રુપના આરામ ટ્રાવેલ્સને બેસ્ટ લકઝરીયસ કાર ઓપરેટર, બેસ્ટ લક્ઝરીયસ કાર તેમજ વૈભવી કારના સંચાલન માટેના આ એવોર્ડ ટ્રાવેલ્સ બિઝનેસમાં વર્ષોના અનુભવી અને આરામ ટ્રાવેલ્સના સંચાલક રાહુલભાઈ વેદએ સ્વીકારેલ.
હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૯૭૦થી જામનગરમાં કાર્યરત હોટેલ આરામે દેશ-વિદેશમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. સંચાલક ભટ્ટ પરિવારે હોટેલમાં ઉતરતા દરેક પ્રવાસીઓને જરૂરી આરામદાયક સુવિધા મળી રહે તેમજ ભોજન લેવા આવતા દરેક મહેમાનોને શુધ્ધ અને સાત્વિક આહાર મળી રહે એ માટે પૂરતા પ્રમાણમાં કદમો ઉઠાવ્યા છે.આથી જ વિદેશથી આવતા એન.આર.આઇ. કે વિદેશી નાગરીકોની પ્રથમ પસંદગી હોટેલ આરામ પર જ રહે છે.મહેમાનોને આવકારની સાથે સંતોષનો ઓડકાર મળી રહે એ માટે હોટેલના સંચાલક પ્રણવભાઈ ભટ્ટ જમાનાને અનુરૂપ છતા ભારતીય સંસ્કૃતિને છાજે એ રીતે હોટલમાં નવા નવા આકર્ષણોનો ઉમેરો કરતા રહે છે.
હોટેલ આરામ ગ્રુપના પ્રણવભાઈ ભટ્ટે એવોર્ડોનો સ્વીકાર કરી અને જણાવ્યુ હતું કે એવોર્ડનો શ્રેય શહેરની પ્રજાએ આપેલા પ્રેમ અને અમારા સ્ટાફની મહેનતને ફાળે જાય છે. અમને કોર્પોરેટ સેક્ટરના મળતા એવોર્ડ અનેક વખત મળી ચૂક્યા છે,પરંતુ સરકારના વિભાગ તરફથી અમને ગૌરવ છે.જેના માટે ટુરીઝમ વિભાગના અમો આભારી છીએ કે તેઓએ ઉચ્ચકક્ષાની અલગ-અલગ કેટેગરીમાં અમારી પસંદગી કરી.સ્ટાફને ઉચ્ચકક્ષાની તાલીમ મળી રહે એ માટે અમે અમદાવાદ,મુંબઈ જેવા શહેરોના શેફ રોકીએ છીએ.ભોજનમાં સ્વાદ,સાત્વિકતા અને શુધ્ધતા જળવાય રહે એ માટેની જવાબદારી મારા પુત્ર પ્રણવ ભટ્ટ સંભાળી રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.