Mysamachar.in-જામનગર:
ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ(OET) તથા જૈન એજ્યુકેશન ટ્રસ્ટ(JET)ના સહયોગથી ૧૨ ડિસેમ્બર,૨૦૧૮ના રોજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલ ફેકલ્ટી સભ્યો માટે રાધિકા એજ્યુકેર સ્કૂલ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ(FDP)નું આયોજન કરવામાં આવેલ જે.વી.આઇ.એમ.એસ. એમ.બી.એ અને એમ.સી.એ. કોલેજ,જી.એચ.જી. બી.કોમ. અને ડી.ડી.એન. બી.બી.એ. કોલેજ તથા રાધિકા એજ્યુકેર સ્કૂલના ફેકલ્ટી સભ્યોએ આ પ્રોગ્રામમાં હાજરી આપેલ હતી,
આ એફડીપી માટેના વ્યાખ્યાતા તેમજ રિસોર્સ પર્સન ભાવેશ ચંદરીયા-કે જેઓ આફ્રિકામાં આવેલ SAFAL ગ્રૂપના હેડ તરીકે કાર્યરત છે.આ એફડીપીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં શિક્ષણ Leaning,Teaching & Developing માટેના જે ફેરફાર આવે છે તે અંગેની તાલીમ આપવાનું હતું.ભાવેશ ચંદરીયાએ “સેરેગો” વિશેનું જ્ઞાન પ્રદાન કર્યું-વ્યક્તિગત શિક્ષણ લર્નિંગ સૉફ્ટવેર અને “હાયપરસે” જે ઇન્ટ્રેકટીવ પ્રસ્તુતિઑ માટેનું એક મંચ છે જે વિદ્યાર્થીઓને એજ્યુકેશન(અભ્યાસ)ની રુચિમાં વધારો કરે છે.બધા જ ફેકલ્ટી મેમ્બરો આ નવી ટેક્નોલૉજીથી વાકેફ થયા હતા અને તેઓ લર્નિંગ સૉફ્ટવેરનો વધુને વધુ વિદ્યાર્થીઓની રુચિ અને તેઓમાં સર્વાંગી વિકાસ માટે કરે એ જ આ એફડીપી નો મુખ્ય ઉદ્દેશ હતો,આ એફડીપીથી વિદ્યાર્થીઑની રુચિ અભ્યાસમાં જળવાય અને તેમની લાંબા ગાળાની યાદશક્તિમાં વધારો કરવામાં મદદ કરવા માટે આ ટેક્નોલૉજી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.આ ટેક્નોલૉજીની મદદથી વર્ગખંડમાં લેવાતા લેકચર જીવંત રહે તે અંગેના ઉદ્દેશથી આ એફડીપીને ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ અને પ્રશંસા પ્રાપ્ત થઈ છે,
આ એફડીપીનું આયોજન પ્રોફે.(ડો.)અજય શાહ-ડાયરેક્ટર-જે.વી.આઇ.એમ.એસ.એમબીએ, કે.બી.એસ. એમ.સી.એ. અને આઈ-એમબીએ દ્વારા કરવામાં આવ્યું હતું.ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થાના મેને.ટ્રસ્ટી રમણીકભાઈ શાહ,ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ,સેક્રેટરી ચંદુભાઈ શાહ,કોલેજ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મોહનભાઈ ગોસરાણી તથા સંસ્થાના સ્થાપક બિપિનભાઈ વાધર અને જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઑ સૌએ પ્રોફ. ડો.અજય શાહની આ FDPના આયોજન કરવા બદલ પ્રશંસા કરી હતી,સ્ટાફ મેમ્બરોને શિક્ષણ પદ્ધતિની સુધારણા તથા આધુનિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વધુને વધુ ઉપયોગ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપવા ભાવેશ ચંદરીયાએ પોતાનો કિંમતી સમય ફાળવેલએ બદલ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ અને જૈન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.