mysamachar.in-જામનગર,
સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ખાતે વર્ષ ૨૦૧૮-૧૯માં ધોરણ ૬ તથા ૯ માં ફક્ત છોકરાઓના પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે.પ્રવેશ માટેના ઓનલાઇન અરજી પત્રક ફોર્મનુ વેચાણ સ્કૂલની વેબસાઈટ પર તા. ૨૬ નવેમ્બર ૨૦૧૮ સુધી રહેશે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧ ડીસેમ્બર ૨૦૧૮ છે.
આ અંગેની પ્રવેશ પરીક્ષા તા. ૬ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ લેવાશે.આ પરીક્ષા માટે આર્મી પબ્લિક સ્કૂલ ની બાજુમાં શાહીબાગ અમદાવાદ, સૈનિક સ્કૂલ બાલાચડી તાલુકો જોડિયા જિલ્લો જામનગર, મહિધરપુરા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સુરત ખાતેના પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે.
સૈનિક સ્કૂલ બાલાચડી અંગ્રેજી માધ્યમની ફક્ત છોકરાઓ માટે રહેણાંક સ્કૂલ છે જે સેન્ટ્રલ બોર્ડ સાથે સંકળાયેલ છે.છોકરાઓને ૧૦+૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. શાળાનો પ્રાથમિક ધ્યેય છોકરાઓને શૈક્ષણિક, શારીરિક અને માનસિક રીતે નેશનલ ડિફેન્સ એકેડેમી માટે તૈયાર કરવાનો છે. લાક્ષણિકતા, ટીમ સ્પિરેટ, કોઈ પણ કાર્ય માટે સમર્પણ, રાષ્ટ્રભાવના અને દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના અને કાર્યક્ષમતા એ આ શાળાની ગુણવત્તા છે.
માહિતી પત્રક અને ઓનલાઈન અરજી પત્રક શાળાની વેબસાઈટ www.ssbalachadi.org પર ઉપલબ્ધ છે.વધુ વિગત માટે સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ફોન નંબર ૦૨૮૯૩ – ૨૪૬૨૨૬, ૨૪૬૨૨૯, ૯૪૨૮૮૧૭૦૦૪, ૮૬૯૦૫૫૭૨૧૬ પર સંપર્ક સાધવા સૈનિક સ્કૂલ બાલાચડી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.