mysamachar.in-જામનગર
જામનગરના ભોઈરાજ મિત્ર મડળ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી ગણપતિપંડાલ ની સ્થાપના કરવામાં આવે છે,ગણપતિના પંડાલની સાથે સાથે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રુપના સભ્યો દ્વારા ઇકોફ્રેન્ડલી મૂર્તિ નું નિર્માણ કરી અને પર્યાવરણજાગૃતિનો સંદેશો પણ પુરો પાડવામાં આવી રહ્યો છે,
છેલ્લા ત્રણ વર્ષથી બનાવવામાં આવતી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવા પાછળ અંદાજે એકથી દોઢ માસ જેટલો સમય લાગે છે,જેમાં મંડળના ૮ થી ૧૦ જેટલા સભ્યો રાત દિવસ અથાગ મહેનત કરી ભગવાનશ્રી ગણપતિજીની મૂર્તિને તૈયાર કરે છે,
ગણપતિજીની મૂર્તિ બનાવવા માટે વાંસની વનજી, કોથળા,પુઠા, સુતડી, વોટર કલર, થરમોકોલ, વગેરે જેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી અને દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવે છે તેમજ જામનગર શહેર અને જિલ્લાની સૌથી ઊંચી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો દાવો ભોઈરાજ મિત્ર મંડળના સભ્યો દ્વારા કરવા મા આવેલ છે,ભોઈરાજ મિત્ર મંડળના સભ્ય મિતેશભાઇ દાઉદીયા સાથેની વાતચીતમાં તેમણે જણાવેલું કે ના માત્ર ગણપતિજી ની સ્થાપના પણ સાથે પ્રકૃતિના રક્ષણ ની પણ સમાજની જવાબદારી પણ અમે સુપેરે નિભાવીએ છીએ,માટે જ છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે ઇકોફ્રેન્ડલી ગણપતિજી ની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે,
આ સમગ્ર આયોજનમાં ભોઈરાજ મીટર મંડળના ધર્મેશ જેઠવા, ચિંતન વારા,ઉદિત વારા,પુનિત વારા, હિતાર્થવારા, ભવ્ય જાડેજા, ગૌરવ રાઠોડ, ધવલ રાઠોડ, અક્ષય વારા,ધર્મેશ દાઉદીયા,સભ્યો દ્વારા આ સુંદર આયોજનને પાર પાડવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે,નદિપા શેરી ન:-૨ મા આ ઇકોફ્રેન્ડલી ગણપતિજી નું સ્થાપન કરવામાં આવેલ હોય તો શહેરના ભાવિકોના આ દર્શનનો લાભ લેવા ભોઈરાજ મિત્રમંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.