mysamachar.in-જામનગર
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારાને સામે ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે આક્રોશ ઠાલવતા નિવેદનમાં જણાવ્યું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધે છે,વધતા ભાવોને રોકવા અને ભાવો કાબુમાં રાખવા કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી નથી ધટાડતી કે રાજ્ય સરકાર વેટ ધટાડતી ઓછો કરતી નથી,ભલે આમ જનતા,સામાન્ય લોકો ભીંસાતા રહે, આ છે ભાજપની તાનાશાહી અને શાસકોની નિષ્ઠુરતા અને આ લૂંટારી સરકાર ભલે આમ પ્રજાને લુંટતી રહે તેવી હૈયા વરાળ વિક્રમ માડમે ઠાલવી છે,
અંતે વિક્રમ માડમે અખબારીયાદીમાં જણાવ્યું છે કે, યુ.પી.એ. સરકારના સમયમાં પેટ્રોલ-ડીઝલના 60 રૂપિયા આંકડો વટાવતી વખતે ભાજપી કાર્યકર્તાઓ શેરીઓ,ગલીઓમાં હાકોટા પડતા અને સરકાર વિરુદ્ધ આંદોલનો, હડતાલો પાડવા પ્રજાને ઉશ્કેરાટ હતા,ત્યારે ભાજપના આ નેતાઓ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે તેવો ટોણો મારીને વિક્રમ માડમે ભાજપની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.