mysamachar.in-જામનગર:છોટીકાશી ગણાતી એવા જામનગરમાં તા.૨૧ જુલાઈ ૨૦૧૮ ને શનિવારના રોજ ઇસ્કોન જામનગર દ્વારા ભગવાન જગન્નાથ ની 11 મી રથયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે.ઇસ્કોન સંસ્થા દ્વારા આશરે ૫00 જેટલી રથયાત્રા દેશ વિદેશ માં ન્યૂયોર્ક,લંડન,નાઇરોબી સહીત ભારતના અનેક રાજ્યોના અનેક શહેરોમાં નીકળે છે.જેમાં ગુજરાતમાં સુરત,વડોદરા,નવસારી,રાજકોટ,વલ્લભવિધાનગર,દ્વારકા રાજકોટ જામનગરમાં પણ આ રથયાત્રા સતત ૧૧ મી વખત નીકળશે…ગઈકાલે સાંજે ઇસ્કોન મંદિર ખાતે જામનગરમાં યોજાનાર રથયાત્રાની માહિતી આપવા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું…
જેમાં જામનગરના શહેરીજનોને બહોળી સંખ્યામાં આ રથયાત્રામાં ઉમટી પડવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે..જામનગરમા ૧૧ મી રથયાત્રાના દિવસે એટલે કે તા.૨૧ ને શનિવારના રોજઇસ્કોન મંદિર હાપા ખાતે ભગવાન જગન્નાથની સવારે 5/00 વાગ્યે મંગલા આરતી,પ્રવચન અને બપોરે ૧૨:૩૦વાગ્યે રાજભોગ આરતી થયા બાદ ભગવાન જગન્નાથ બલદેવજી અને સુભદ્રાજી રથમાં બિરાજી ટાઉનહોલ રાધાકૃષ્ણ મંદિરેથી જામનગરના શ્રેષ્ઠીઓ અને ઇસ્કોનનાં વરિષ્ઠ સન્યાસી પરમ પુજ્ય સંતશ્રી ભક્તિવિકાસ મહારાજ દ્વારા ૪:૦૦ વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે
જે ત્રણબતી,બેડીગેઇટ,કે.વી.રોડ,ગ્રેઈન માર્કેટ થઈને દિપકટોકીઝ,ચાંદીબજાર,માંડવી ટાવર,હવાઈ ચોક થઈને પંચેશ્વર ટાવર અને સુપરમાર્કેટ થઈને ટાઉનહોલ ખાતે ધર્મસભાના રૂપમાં પૂર્ણ થશે જ્યાં ભગવાન જગન્નાથની સંધ્યા આરતી થશે.અને ટાઉનહોલ માં લંડનથી ખાસ પધારેલ,ઇસ્કોનના વરિષ્ઠ સંત અને ભારતમાં ભગવાનની ભક્તિ કરતા કરતા, પ્રચારકાર્ય કરતા કરતા શાસ્ત્રો અને વૈદિક સંસ્કૃતિ અને ભારતીય પરંપરા ની એક-જલક,ભારતના યુવાનોને સંદેશ,આજ નારી કાલની સંસ્કૃતિ જેવા કેટલાય વૈદિક પરંપરા ને અનુરૂપ પુસ્તકો લખ્યા છે તેમના સ્વમુખે સત્સંગ પ્રવચન આપવામાં આવશે અને ત્યારબાદ ડ્રામા(ભગવાનની લીલા આધારિત નાટક)કરવામાં આવશે અને આવેલા તમામ ભક્તજનો અને નગરજનો માટે પ્રસાદમ હશે.અને યાત્રા દરમ્યાન સતત ભગવાનનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે.આમ આ ભક્તિસભર કાર્યક્રમો નો લાભ લેવા જામનગર ઇસ્કોન સંસ્થા દ્વારા શહેરીજનો ને અનુરોધ કરાયો છે..