Mysamachar.in:સુરત
સુરતના પાંડેસરા સ્થિત શાસ્ત્રીનગરમાં ICICI બેંકનું એટીએમ આવેલું છે. જ્યાં ગતરાત્રીના સાડા ત્રણ વાગ્યાના અરસામાં બે ઈસમો એટીએમમાં પ્રવેશ્યા હતા અને એટીએમમાં ઘુસી એટીએમનો નીચેનો સેફટીડોર ખોલી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરો ચોરી કરવામાં સફળ થયા ન હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ATM માંથી રૂપિયાની ચોરીના પ્રયાસની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.જેથી બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમ થકી સમગ્ર ઘટના અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.તપાસ શરૂ કરી હતી. ATM મશીનમાં છેડછાડ કરીને ચોરીનો પ્રયાસ થતો હોવાની જાણ બેંક દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે પાંડેસરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળના બેન્ક એટીએમ પર પહોંચી હતી. દરમિયાન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. દરમિયાન ત્યાંથી જ એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર પાંડેસરા વડોદ ગામ પાસે રહેતા ધીરુસિંગ લક્ષ્મણસિંગ રાજપૂત અને સંજીવ જગદીશપ્રસાદ ચૌધરીને ઝડપી પાડ્યા હતા.