Mysamachar.in-સુરત;
મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓએ ગળામાં પહેરેલ સોનાની ચેન સ્નેચિંગ કરતા બે શખ્સોને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે, પોતાના મોજશોખ પૂરા કરવા માટે આણંદ ખાતે આવેલા તારાપુરથી સુરત ઉપર સ્પોર્ટસ બાઈક પર આવી વહેલી સવારે અથવા રાત્રિના સમયે વોકિંગ કરવા નીકળેલા માણસોને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતા બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછમાં છ જેટલા ગુનાની કબુલાત કરતા તમામ મુદ્દામાલ કબજે કર્યો છે,
પોલીસને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટસ બાઈક પર આવી વહેલી સવારે અને રાત્રિના સમયે વોકિંગ કરવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી તેમની સાથે ચેઇન સ્નેચિંગ કરતા બે લોકો સુરતમાં ફરી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસ સ્ટેશનની મદદથી અડાજણ ગૌરવ પર રોડ પર આવેલા સર્કલ પાસેથી અશોક બેલદાર અને મહાવીરસિંહ ચૌહાણ નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ બન્ને ઈસમો પાસેથી છ જેટલી સોનાની ચેઇનો કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતાં અશોક ભૂતકાળમાં 2005 થી 2015 સુધી સુરત શહેરમાં રહી ચૂકેલ છે. આ સમયગાળા દરમિયાન તે ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં જતો રહ્યો હતો અને પોતાના મિત્ર સાથે ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચોરીને અંજામ આપતો હતો. 2020ની સાલમાં પોલીસમાં પકડાયો તે ગુનામાં આઠએક વર્ષ જેલમાં રહ્યા બાદ પોતાના વતન તારાપુર જતો રહ્યો હતો અને ત્યાંથી સુરત પર આવી 200 km નું અંતર કાપીને વહેલી સવારે અને રાત્રિમાં નીકળેલા લોકોને ટાર્ગેટ બનાવી ફરાર થઇ જતો હતોજોકે પકડાયેલા આરોપીઓ ઉમરામાં ત્રણ મળી કુલ આઠ જેટલા ગુનાની કબૂલાત કરી હતી. આરોપી અશોક વિરુદ્ધ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 15 કરતાં વધુ ગુના નોંધાયા છે. જેમાં ઉમરા રાતે અડાજણ, પાલનપુર, ડીસા, ખંભાત અને ઊંઝામાં ગુના નોંધાયા છે. જ્યારે આરોપી મહાવીર વિરુદ્ધ ખંભાત, ઉંઝા, તારાપુર અને ગાંધીનગર ખાતે ચાર જેટલા ગુના નોંધાયા છે.