Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ સમાજ સેવક મહાવીરદળ સંચાલિત માણેકબાઈ સુખધામ (આદર્શ સ્મશાન) દ્વારા બિનવારસુ ૧૫૬ લોકોના અસ્થીઓનું દ્વારકા ખાતે ગોમતી નદીના પવિત્ર જળમાં પૂજા અર્ચન કર્યા બાદ વિસર્જન કરવામાં આવેલ હિન્દુ સંસ્કૃતિમાં અસ્થિ વિસર્જનનું મહત્વ રહ્યું છે. મૃતકના પરિવારજનો દ્વારકા ગોમતીઘાટ કે ગંગા ધાટે અસ્થિવિસર્જન માટે જતા હોય છે. જામનગરના આદર્શ સ્મશાન ખાતે વર્ષ દરમ્યાન ૧૫૬ જેટલા માનદ્ મંત્રી દર્શનભાઈ ઠક્કર દ્વારા બીનવારસુ અસ્થિકુંભ ભેગા કરી અને જામનગર થી દ્વારકા ખાતે પવિત્ર ગોમતી નદીના જળમાં વિસર્જન કરવા માટે મોકલવામાં આવેલ હતા, દ્વારકા ખાતે ગોમતી નદી કિનારે બધા અસ્થિકુંભ ને સાથે રાખી અને પુજા-અર્ચના કરી અને ગોમતી નદીના જળમાં સ્મશાન સમિતિના સભ્ય ઉમેદભાઈ તથા હમીરભાઈ, ગોપાલભાઈ બથીયા તથા ગીતા વિદ્યાલયના યુવાનો દ્વારા પધરાવી અને મૃતકના આત્માને ભગવાન દ્વારકાધીશજી શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.