My samachar.in:-સુરત
રાજ્યના સુરત શહેરમાં સીટી બસ દુકાનમાં ઘુસી જવાની ઘટના સામે આવી છે, સીટી બસની બ્રેક ફેઈલ થઇ થતા આ દુર્ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે, સુરતના દિલ્લીગેટ વિસ્તારમાં આ ઘટના બની હતી આ અકસ્માતને પગલે બસમાં સવાર 3 મહિલાને નાની ઇજા થઈ છે. મોટો અકસ્માત ન થાય તે માટે ડ્રાઈવરે દુકાનમાં બસ ઘુસાડી દીધી હતી. જો કે, કોઈ મોટી જાનહાની થઈ નથી.બસ અને દુકાનને થોડું નુકસાન થયું છે આ ઉપરાંત એક કારને પણ આ રીતે બસ દુકાનમાં ઘુસી જવાથી નુકસાન થયું છે.