Mysamachar.in-ગુજરાત:
ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 ના વિવિધ રસપ્રદ તબક્કાઓમાનો એક રોચક તબક્કો એ પણ છે કે હાલારની સાત બેઠક સહિત ભાજપના મુરતીયા કોણ?? દાવેદારો નેતાઓ કાર્યકર્તાઓ લોબીંગ કરનારા કે અન્ય સૌની સાથો સાથ જ પબ્લીકમા એક જ ચર્ચા છે કે કોણ આવશે? તમને શુ લાગે છે? ના ના હવે આનુ જ પાકુ….એ ને ન દે ભાઇ…આવા તો ચર્ચાના મુદા ચોમેર છે વળી પબ્લીક પણ જાણે છે કે લગભગ બધુ નક્કી છે ને મોદીએ તો એટલુ જ જોવાનુ બાકી છે કે મારી સુચના મુજબ લીસ્ટ બન્યુ છે ને? બસ એ સિવાય એમને અગાવ વારંવાર બધી જ સુચના આપેલી છે ચર્ચા કરેલી છે ને રીવ્યુ પણ મેળવેલા છે,
પરંતુ બીજી તરફ રાજકીય વિશ્લેશકો મત એ છે કે ખુબ…જ….લાં….બી મથામણ ચર્ચા…..સર્વે….મીટીંગો…કલાકોની લમણા ઝીંક બાદ પણ ભાજપની પ્રથમ યાદી જાહેર થવાથી જ ભડકો થશે કેમ કે હાલ ભારેલા અગ્નીની સ્થિતિની ચર્ચા એટલે થાય છે કે એક તો અમુક નામ લીક થઇ ગયા છે અમુક લોબીંગ પણ અસર કરતા બનશે તેમજ જે વિલંબ થશે તેટલુ નુકસાન પણ થવાનો માહોલ બને કેમકે પક્ષના દાવેદારો અને તેના અંગત સમર્થકોમાં આંતરીક વમળ કે ધરતીકંપ.? સર્જાશે કે શું.?પક્ષાપક્ષી ને ખેંચતાણનો માહોલ સર્જાશે કે શું? ભાગમ ભાગ થશે કે શું? વગેરે સવાલ એક સાથે ઉભા થયા છે,.
નરેન્દ્ર મોદી ગુજરાતમા હતા ત્યારે પક્ષમા ગુજરાત પુરતી શિસ્ત અનેક કારણસર હતી પરંતુ દિલ્હી ગયા પછી ગુજરાત ઉપર ફોકસ ચોક્કસ કર્યુ છે પરંતુ ત્યા બીજા ગંભીર વિષયો પણ ઘણા છે જો કે અમુક ચારેક નેતાઓને ગુજરાત મોકલે છે વારંવાર પરંતુ આ બધા ફ્લેક્સીબલ પણ રહે તેવા છે તેમજ પહેલી યાદી બાદ હાલાર સહિત સૌરાષ્ટ્રમાને ગુજરાતમા ભાજપમા આંતરીક હલચલ મચી જ જવાની હોઇ હજુ કોંગ્રેસમાંથી આયાત કરવાનુ એક તરફ ચાલુ રાખી બીજી તરફ જેટલા સામા થાય તેવાની ફાઇલો તૈયાર રાખીને જ મોદી કઇપણ જાહેર કરવાનુ ગણીત રાખે તેવા અનુમાન વચ્ચે સમીક્ષકોએ કહ્યુ કે ભાજપ માટે ચુંટણિોમા મતદાન થી વધુ ગંભીર બાબત ઉમેદવાર પસંદગીની છે,
મોદી અવારનવાર ગુજરાતના વિસ્તારો ખુધ્યા તેમજ રોડ શો કર્યા ત્યારે અમુક નગરોમા તેમણે જોયુ કે રોડની બંને સાઇડ જે લોકો હોય તે જેવો મોદીનો કાફલો આગળ વધે કે તરત એ સાઇડના એ જ લોકો દોડી આગળ ધપી જાય માટે ત્યા પબ્લીક દેખાય આવુ છે….ક સુધી અમુક શહેરમો થયુ તેમજ જે ટારગેટ સભામા સંખ્યાનુ અપાયુ હતુ તેન થયુ તેના તારણોને કારણો એ હતા કે દરેક જગ્યાએ સંગઠન મહેનત કરવામા કાચુ પડ્યુ ઉપરાંત અમુક સંસ્થા વિભાગોને પણ બહુ દબાણથી સતાધારીઓ માનવમાથા ગણાવા મોકલે તેવુ કહેવામા ટુંકા પડ્યા તે બધુ જ ગણીત જે તે વિસ્તારના દાવેદારોના ગણીતમાથી માર્કસ કપાયા હશે ને ?? તેમ સવાલ ચોક્કસ થાય,
આ સિવાય દાવેદારોની વ્યક્તિગત ઉડીને આખે વળગે તેવી પ્રગતિ ધંધા કમાણી તેમજ ઇતિહાસ વગેરે પણ મોદીના ધ્યાનમા હોઇ પ્રદેશની યાદીમા અભ્યાસ કરી ચોકડા વધુ મારી નામો બદલી નાખ્યાની તેમજ અમુક નિવેદનો વિરોધ સમર્થન બધુ જ જુદી જુદી જગ્યાએથી કરાવ્યાનુ વિશ્લેસકોનું અનુમાન છે અને તે મુજબની યાદીમા અમુક એવી વ્યક્તિઓ હશે કે લોકોપણ અચંબીત થાય તો નવાઇ નહી તો ઇચ્છુજ દાવેદારો જો તેમના નામની પસંદગી ન આવે ને બીજા જ પસંદ થયા હોય તો તેમના મનમા વમળ સર્જાયને ધીમે ધીમે ધરતીકંપનો અનુભવ કરે તેવુ બને જ ને?
હવે વાત આવે છે આંતરીક અસંતોષની શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમા પ્રથમ યાદી બાદ ભુકંપ બીજી યાદી બાદ પણ ભુકંપ થાય તો તારીખ 14પહેલા રાત દિવસ એક કરી અનેક નવા સમીકરણો અસંતુષ્ટો સર્જે ને હરીફોને પણ લાભ મળી જાય આવા દુખી ને સાચવવાનો તેવુ પણ બની શકે છે અમુકે તો અત્યારથી જ ટેકાવીને રાખ્યુ છે કે આમ થાય તો આમ કરવુ અમુક જ જુજ શાણા એવા છે કે જે ઓ પાર્ટીનો નિર્ણય શીરોમાન્ય છે તેમ પણ બોલવા પુરતુ બોલશે અમુક ચબરાકો કઇ કળવા નહી દે પણ ચુંટણીમાં કાં નડશે કે કા્ નિષ્ક્રીય રહેશે તેવી અનેક શક્યતાઓ વચ્ચે ભાજપની યાદી અને યાદીઓ સમીક્ષાજનક તો બની જ રહેશે તેવી જોર શોરથી ઉતેજનાસભર ચર્ચા છે.