Mysamachar.in-સુરત:
સુરત શહેરના ભેસ્તાન ચાર રસ્તા પાસે આવેલા ચોક્સી ર્કિતીકુમાર ચંદુલાલ શાહ જવેલર્સની દુકાનમાં સીડીની બાજુની દિવાલમાં એક ફૂટનું બાકોરૂ પાડી કાઉન્ટરના ખાનામાં મુકેલા 15.25 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમજ 80 હજાર રૂપિયાની રોકડ મળી કુલ 16 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા છે.આટલે થી અધૂરું હોય તેમ તસ્કરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે. કેમેરાનાં ડીવીઆર બાબતે પોલીસ તપાસ કરી રહી છે, જવેલર્સના માલિક નિખિલ ર્કિતીકુમાર શાહે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુના સીસીટીની કેમેરાના ફૂટેજ મેળવી ચોરોનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે. ચોરોએ સીડીની બાજુની દીવાલમાં એક ફૂટ બાય એક ફૂટનું દિવાલમાં બાકોરૂ પાડી તેમાંથી બે ચોરો 14મી તારીખે મધરાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં અંદર ઘૂસ્યા હતા. બે ચોરો દુકાનમાં ચોરી કરતા દેખાયા છે. કોઈક ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસને લાગતી હોય તે દિશા તરફ પોલીસ તપાસ કરી રહી છે.