Mysamachar.in-સુરત:
સુરતના પીપલોદમાં સુરત સિટી જીમાખાના પાસે ડિમ્પલ રો-હાઉસમાં સોમેશ્વર એવન્યુ પ્રા.લિ. અને હાઈસ્પીડ પ્રા.લિ. નામની કંપનીની ઓફિસ આવેલી છે. આ કંપની કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. કંપની ઓફિસ ત્રણ માળમાં આવેલી છે. કંપનીમાં આરોપી શિવકુમાર રાજાસિંગ હાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.કંપનીની તમામ ચાવીઓ શિવકુમાર પાસે રહેતી હતી.શિવકુમાર કંપનીએ ફાળવેલ રૂમમાં રહેતો હતો. તે રૂમ પણ ઓફિસની બિલ્ડિંગમાં જ છે. કંપનીના મેનેજર શૈલેન્દ્ર ચાંપાનેરીયા(રહે. પ્રગતિ બંગલોઝ, પીપલોદ) રવિવારે ઓફિસે મિટિંગ માટે આવ્યા હતા. તે સમયે શિવકુમાર દેખાયો ન હતો.
બાદમાં શિવકુમારનો ફોન પણ બંધ બતાવતો હતો. તેથી મોબાઇલ એપ્લીકેશનમાં કેમેરા ચેક કરતા તે પણ બંધ બતાવતા હતા. તેથી તિજોરી જે રૂમમાં મુકેલ તે રૂમમાં જઈ તપાસ કરતા તિજોરી સાઇડથી કાપેલી હતી. તેમાંથી 20 લાખ રૂપિયા ચોરાઈ ગયા હતા.સિક્યુરીટી ગાર્ડ એવો ચોર ડીવીઆર પણ ચોરી કરી ગયો હતો. શિવકુમાર ભાગી ગયો હોવાથી અને તેનો ફોન પણ બંધ હોવાથી તેને જ ચોરી છે એવું કંપનીનું માનવું છે. મેનેજર શૈલેન્દ્ર ચાંપાનેરિયાએ આરોપી શિવકુમાર હાલ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં શંકાના આધારે ફરિયાદ નોંધાવી છે.