Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ તો પડ્યો પણ ક્યાંક ને કયાંક હજુ પડેલો વરસાદ પુરતો નથી,તેમ લાગી રહ્યું છે,હજુ પણ કેટલાય જળાશયો ખાલીખમ છે,કેટલાકમાં નહીવત પાણીની આવક થઇ છે,ત્યારે આજે એકાએક ઉપરથી આદેશ આવતા આજી-૩ ડેમમાંથી ઉંડ-૧ ડેમમાં પાણી સૌની યોજના મારફત ઠાલવવાની શરૂઆત કરી દેવામાં આવી છે,જાણવા મળી રહેલી વિગતો પ્રમાણે આજી-૩ ડેમનો ઓવરફ્લો જથ્થાનો બગાડ ના થાય તે માટે સૌની યોજનાની પાઈપલાઈન મારફત ઉંડ-૧ ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના ખેડૂતોને અને ગ્રામજનોને મોટો ફાયદો થશે,હાલમાં જાણવા મળી રહ્યા મુંજબ ઉંડ-૧ ડેમમાં ડેડસ્ટોકથી થોડો વધુ કહી શકાય તેટલો માત્ર ૨૫૦ એમસીએફટી પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે,ત્યારે જે રીતે આજે આજી-૩ થી સૌની યોજના મારફત ઉંડ-૧ મા પાણી છોડવામાં તો આવી રહ્યું છે,પણ કેટલા દિવસ આ જથ્થો ઠાલવવામાં આવશે તે અંગે અધિકારીઓ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.જો વધુ જથ્થો ઠાલવવામાં આવે તો ફાયદો થશે તે વાતને નકારી શકાય નહિ.