Mysamachar.in-સુરત:
આપણે ત્યાં અનૈતિક સબંધોનો અંજામ હંમેશા કરુણ જ આવે છે, અને આવા કેટલાય કિસ્સાઓ અત્યારસુધી સામે આવી ચુક્યા છે અને અવારનવાર સામે આવતા રહે છે, એવામાં સુરતમાં ભાણેજને મામી સાથે મહોબત થયા બાદ સર્ગભા મામીની હત્યા નિપજાવવાના આ ચકચારી કિસ્સાનો પોલીસે ભેદ ઉકેલી અને સીલસીલાબંધ વિગતો જાહેર કરી છે. જે ચોકાવનારી છે.ગત 21 મી માર્ચના રોજ સુરત નજીકના ઉધના યાર્ડમાંથી એક પ્રેગ્નેટ મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસને આ આત્મહત્યા હોય તેવું લાગ્યુ હતું. જો કે બાદમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવતા તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ માટે આ કેસ પડકારરૂપ પણ હતો જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં 19 મી માર્ચના રોજ મૃતક મહિલા એક યુવાન અને એક નાની બાળકી સાથે ટ્રેક પર જતા નજરે પડી હતી. જેથી પોલીસે યુવાનની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બાળકી સુરત રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવી હતી. જેથી રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર લાગેલા તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી.
ફૂટેજ અને મોબાઈલના આધારે પોલીસે યુવાનનો નંબર કઢાવ્યો હતો. બાદમાં નંબરના આધારે પોલીસની ટીમે બિહારથી યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેને પોતાનું નામ લાલુ ઉર્ફે લલ્લુ ભીંડ જણાવ્યું હતું. મૃતક મહિલા રીટા ચૌધરી આરોપી લાલુના સંબંધમાં મામી થતી હતી. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. જોકે આ પ્રેમ સંબંધની ગામ અને તેમના પરિવારને જાણ થઈ હતી. વાત પંચાયત સુધી પહોંચી હતી. પંચાયતમાં રીટાએ તેના પતિ સાથે જવાની ના પાડી હતી. જેથી લાલુ રીટાને લઈને સંજાણ આવ્યો હતો. રીટા પોતાના 4 સંતાનો પૈકી 3 સંતાનો વતન મૂકી એક બે વર્ષની દીકરીને લઈને લાલુ સાથે સંજાણ આવી ગઈ હતી. જ્યાં લાલુ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતો હતો.
બીજી તરફ મૃત્યુ પામનાર રીટા દેવી આરોપી લાલુને કહ્યું હતુ મને સાથે રાખ અથવા મારી નાખ ઉલ્લેખનીય છે કે, રીટાના સિયારામ સાથે લગ્ન થયા હતાં. પરંતુ લાલુ સાથે પ્રેમ થતા પતિને છોડી લાલુ સાથે રહેતી હતી આ દરમિયાન રિટાને 8 માસનો ગર્ભ હતો તે ગર્ભ પણ લાલુ થકી રહ્યો હતો. મરનાર રીટા સતત લાલુને પોતાની સાથે રાખવા દબાણ કરતી હતી.જેથી આરોપી સચિને રીટા દેવીનું યાર્ડમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.