Mysamachar.in-જામનગર:
સરકાર ભલે અલગ અલગ યોજનાઓ હેઠળ રોજગારીની તકો મળતી હોવાના દાવાઓ કરે પણ આજે પણ કેટલાય બેરોજગારો છે,જેને કોઈ જ કામધંધો ના મળતા આવા બેરોજગારો મોતનો માર્ગ અપનાવી રહ્યા છે,તાજેતરમાં જ જામનગર જિલ્લામાં આવા કેટલાય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે,અને તેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો થવા પામ્યો છે,
જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક ભીમવાસમાં રહેતા શૈલેશ મનસુખભાઈ પરમાર નામનો ૨૪ વર્ષીય યુવક લાંબા સમયથી બેરોજગારીનો સામનો કરી રહ્યો હોય અને અંતે કોઈ કામધંધો ના મળતા ગતસાનાજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેરોજગારીએ વધુ એક નો ભોગ લીધાનો સામે આવ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.