Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં અલગ અલગ સ્થળોએ આગ લાગવા પાછળના કારણો સાચા અને ખોટાં બંને પ્રકારના હોય શકે છે, અને શંકાસ્પદ તથા રહસ્યમય આગના બનાવોની ભરમાર વચ્ચે, આજે આગનો વધુ એક બનાવ તોતિંગ કોમર્શિયલ યુનિટમાં જાહેર થયો છે. જાહેર થયેલી વિગત અનુસાર, રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં આવેલી વેફર તથા નમકીન બનાવતી KBZ નામની કંપનીના વિશાળ યુનિટમાં લાગેલી વિકરાળ આગ ઓલવવા ફાયર બ્રિગેડના 10 ટેન્કર ઘટનાસ્થળે છે. આગ લાગવાનું કારણ હવે જાહેર થશે. જાનહાનિનો બનાવ નથી. પાંચ કિલોમીટર દૂરથી આ આગનો કાળો ધૂમાડો જોઈ શકાય છે.જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલો નથી.અહેવાલ અનુસાર ખાદ્યતેલનો જથ્થો વધારે હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. સવારે 9 વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. નાકરાવાડી વિસ્તારમાં આ આગની ઘટના બની છે. જો કે આગ કેમ લાગી તે રહસ્ય પરથી હજુ પરદો ઊંચકાયો નથી.