Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા કોંગોફિવરે વધુ એક વખત દેખા દીધી હોય તેમ વધુ એક પોજીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમા દોડધામમચી જવા પામી છે, થોડા દિવસો પૂર્વે જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતી રેસીડેન્ટ મહિલા તબીબનો કોંગો ફીવરનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ તેની હજુ તો આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે, ત્યાં જ ગતરાત્રીના હર્ષદ મિલનીચાલી વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષીય યુવકનો કોંગોનો રીપોર્ટ પોજીટીવ આવતા જીલ્લાના આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે, જો કે તબીબોના જણાવ્યાનુસાર હાલ તેની તબિયત સ્થિર છે, પણ જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે જે યુવકનો કોંગોનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે, તેના ભાઈનું પણ શંકાસ્પદ કોંગોમા સપ્તાહ પૂર્વ મોત નીપજ્યું હતું, કોંગોફીવરના વધુ એક કેસ સાથે જ જામનગરમાં વસવાટ કરતી એક ૩૪ વર્ષીય મહિલાનો સ્વાઈનફલુ રીપોર્ટ પણ પોજીટીવ આવતા તેની પણ હાલ સારવાર ચાલી રહી છે.

























































