Mysamachar.in-:દેવભૂમિ દ્વારકા:
વિધાનસભાના ગત ચોમાસુ સત્ર દરમ્યાન દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તા. 31/12/2018 ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જીલ્લામાથી ખનીજ ચોરી પેટે કરવામાં આવેલ ખનીજ ચોરીની, દંડની કેટલી રકમ વસૂલવાની બાકી છે જે પૈકી એક, ત્રણ અને પાંચ વર્ષ કરતાં વધુ સમયની કેટલી બાકી છે? ઉપરાંત આવા ઈસમો દંડ ની રકમ પણ સમયસર નહીં ચૂકવતા હોવાથી છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તેમની સામે શું પગલાં લેવામાં આવેલ છે?તેવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવેલ હતો,
ઉપરાંત તા.31/12/2018ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ક્યાં પ્રકારની કેટલી લીઝૉ આપેલ છે? તે પૈકી કેટલા ઈસમોએ એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સેર્ટીફીકેટ મેળવેલ છે? ઉપરાંત પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી(ખાણ-ખનીજ) વિભાગ દ્વારા તેમના પ્રત્યુતરમાં જણાવવામાં આવેલ છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુલ 14 લીઝ ધારક વ્યક્તિઓનો એન્વાયરમેન્ટ સર્ટી નહીં લેવા બદલ જુદી-જુદી રકમો મળી કુલ 19124.4 લાખનો દંડ કરવામાં આવેલ છે. જે રકમ વસૂલવાની લાંબી પ્રક્રિયા, જેમાં અપીલ/રીવીઝન/ કોર્ટ કેસ સહિતની ન્યાયીક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વસૂલ કરવાની રહે છે.
જીલ્લામાં મુખ્ય ખનીજ-151, ગૌણ ખનીજ 107 લીઝ ધારકોને લીઝૉ આપેલ છે. જે પૈકી મુખ્ય ખનીજ-43, અને ગૌણ ખનીજ-71 લીઝ ધારકો દ્વારા એન્વાયરમેન્ટ સર્ટી રજૂ કરેલ છે. મુખ્ય ખનીજ 108 અને ગૌણ ખનીજ-36 લીઝ ધારકો દ્વારા એન્વાયરમેન્ટ સર્ટી મેળવેલ નથી. આ તમામને એન્વાયરમેન્ટ સર્ટી નહીં મેળવેલ લીઝ ધારકોને ખાણકામ બંધ કરાવવામાં આવેલ છે.