Mysamachar.in-અમદાવાદ:
ભારતીય હવામાન વિભાગ દ્વારા થયેલી નવી આગાહી ડર પેદાં કરી રહી છે, ઉત્તર ભારત-દક્ષિણ ભારત અને ગુજરાત સહિતના પશ્ચિમ ભારતમાં હવામાન ફેરફાર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું લો-પ્રેશર વેલ માર્કડ બની રહ્યું છે જેની અસરો દેશના મોટાભાગના વિસ્તારોમાં પડી શકે છે.
બંગાળની ખાડીના લો પ્રેશરની અસરો બાંગ્લાદેશ, મ્યાનમાર, દક્ષિણ ભારતના તામિલનાડુ સહિતના પ્રદેશોમાં 5-8 નવેમ્બર દરમ્યાન ભારે વરસાદ, વીજળીના કડાકાભડાકા અને વાવાઝોડાં લાવી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન વિસ્તાર પશ્ચિમ વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અનુભવી રહ્યો હોય, ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારત હિમવર્ષા સહિતના મોસમી ફેરફાર અનુભવી શકે છે. આ આગાહી અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમ વિક્ષેપને કારણે હવામાનની નવાજૂની જોવા મળી શકે છે. તીવ્ર ઠંડીનો પ્રથમ રાઉન્ડ પેદાં થઈ શકે છે. આ વિસ્તારોમાં ખાસ કરીને 5 થી 8 નવેમ્બર દરમ્યાન હવામાનના મોટાં પરિવર્તન જોવા મળી શકે છે.





