Mysamachar.in-સુરત:
સુરતમાં લેડીડોન તરીકે ઓળખાતી ભૂરી અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અવારનવાર કોઈ ને કોઈ મામલે ચર્ચાના કેન્દ્રમાં રહેતા હોય છે, એવામાં હાલમાં આ બન્નેનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે, જેને કારણે ભૂરી અને કીર્તિ પટેલ બન્ને ફરી ચર્ચામાં આવ્યા છે, સુરતની વિવાદાસ્પદ ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને લેડી ડોન ભૂરીનો વીડિયો વાયરલ થયો છે. લેડી ડોન ભૂરી સાથે ટીકટોક સ્ટાર કિર્તી પટેલે વીડિયો બનાવ્યો છે. કિર્તીએ વીડિયો બનાવીને શેર કર્યો છે. વીડિયોમાં કીર્તિ પટેલ સાથે ભૂરી ડોન અને અન્ય એક યુવતી દેખાઈ રહી છે.
જેમાં ટિકટોક સ્ટાર કહી રહી છે કે, ‘ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો….’ હકીકતમાં કિર્તી પટેલ અને ભૂરી ડોનનો આ વીડિયો જૂનો છે, પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સુરતની ભૂરી ડોન અને કિર્તી પટેલના અનેક વિવાદો સામે આવ્યા છે. સુરતના લાજપોર જેલમાં બંન્નેની મિત્રતા થઈ હતી. ત્યાર બાદ બંનેની મિત્રતા આગળ વધી હતી. વીડિયોમાં કિર્તીએ તેમની મિત્રતાને કૃષ્ણ અને સુદામાની જોડી ગણાવી હતી.