Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના પડાણા પાટીયા વિસ્તારમાં થોડાં દિવસ અગાઉ પતંગ ચગાવતી વખતે એક બાળકનું મોત થયાનું પોલીસમાં જાહેર થયું છે. અને, જામનગર શહેરમાં એક યુવાનને પતંગની દોરને કારણે ઈજા થઈ હોવાની વિગતો બહાર આવી છે.
મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની એક જાણકારી કમજીભાઈ બારીયા(40)એ આપી છે. તેમણે 11મી એ પોલીસમાં જાહેર કર્યું કે, ગત્ 1 જાન્યુઆરીએ પડાણા પાટીયા નજીક એક ખાનગી ધંધાર્થીના મેદાનમાં આ ફરિયાદી કમજીભાઈનો 10 વર્ષનો પુત્ર રોહિત પતંગ ચગાવતો હતો. તે સમયે પતંગનો દોર જિવંત વીજવાયરમાં ફસાયો. આ સ્થળે જમીન ભીની હતી. બાળકને વીજઆંચકો લાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન ગત્ 5 જાન્યુઆરીએ આ બાળકનું મોત થયું.
પતંગ સાથે સંકળાયેલો અન્ય એક બનાવ જામનગરમાં બહાર આવ્યો. શહેરના દિગ્જામ સર્કલ નજીકના ડો. આંબેડકર બ્રિજ પરથી પસાર થતી વખતે, ડોલન દાસ(42) નામના એક યુવાનને ગળામાં પતંગનો દોર અટવાઈ ગયો. જેને કારણે તેને ઈજાઓ થઈ. આ યુવાનને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઈજાઓ ગંભીર ન હોવાનું તબીબે જણાવ્યું છે.(symbolic image)
























































