Mysamachar.in-રાજકોટ:
છેલ્લા કેટલાય દિવસોથી ડુંગળીના વધી રહેલા ભાવ સામાન્ય લોકો ને તો પરવડે તેમ જ નથી, ત્યારે આજે રાજય સરકાર દ્વારા આયોજીત ભરતી મેળા માં ભાગ લેવા માટે કૅબિનેટ પુરવઠા મંત્રી જયેશ રાદડિયા રાજકોટ ખાતે પહોચ્યા હતા, જ્યાં તેવોએ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ડુંગળીના ભાવ વધારા વિશે નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતું કે અતિવૃષ્ટીના કારણે ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે ડુંગળીના ભાવ વધારે છે. સરકાર ભાવ નિયંત્રણમાં લાવવા માટે વિચારણા કરશે. વધુમાં તેવોએ એમ પણ કહ્યું કે, 'સરકાર ડુંગળીના સ્ટોક અંગે તપાસ કરશે.