Mysamachar.in-જામનગર:
જામનગરમા વ્યાજખોરોનો આતંક જાણે અટકવાનું નામ ના લેતો હોય તેમ એક બાદ એક ફરિયાદો નોંધાઈ રહી છે, હજુ તો ચાર દિવસ પૂર્વે જ સીટી એ ડીવીઝનમા પાંચ ગણું વધુ વ્યાજ ચૂકવી દીધા છતાં વ્યાજખોર શખ્સો ધમકી આપતા હોવાની એક ફરિયાદ સામે આવી હતી, ત્યાં જ આજે વધુ એક ફરિયાદ એક મહિલા સહીત ચાર સામે એ ડીવીઝનમાં નોંધાઈ છે,
મૂળ જામનગરના અને હાલ જૂનાગઢમાં વસવાટ કરતાં કલ્પેશ મહેતા નામનો યુવક પાસપોર્ટ એજન્ટ તરીકે નું કામ કરે છે, તેણે મનીષભાઈ દાઉદીયા, દિપેશભાઈ દાઉદીયા, વિકીભાઈ દાઉદીયા અને ભાવનાબેન દાઉદીયા પાસેથી ૧૦% વ્યાજે કુલ રૂ. ૧૦,૦૦,૦૦૦/- લીધેલ હતા તે રૂપિયાનુ કલ્પેશભાઈએ ૧૦% લેખે કુલ વ્યાજ રૂ. ૮,૦૦,૦૦૦/- જેટલુ ચુકવી દીધેલ હોવા છતા આ તમામ આરોપીઓ ફરીયાદી પાસે વ્યાજની ઉઘરાણી કરી ફરીયાદીને ત્રાસ આપતા હોય અને ગત તા. ૨૫/૦૫/૨૦૧૭ ના રોજ તમામ આરોપીઓ ફરીયાદીના ઘરે જઈ તેના ઘરનો દરવાજો તોડી અને તેના ઘરમા ગેરકાયદે પ્રવેશ કરી ગાળાગાળી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો, અને ફરીયાદીને તથા તેના પરીવારના તમામ સભ્યોને ઘરની બહાર કાઢી બળજબરીથી તેના ઘરનો કબ્જો કરી તેમા તાળુ મારી દીધેલ અને આતંક મચાવી દીધેલ.. અને જતા જતા ફરિયાદી કલ્પેશ મહેતાને કહેલ કે હવે પછી તુ જામનગરમા દેખાણો તો જીવતો નહી રહેવા દઈએ આમ જાનથી મારી નાખવાની ધમકી તગડું વ્યાજ વસુલવા સહિતની કલમો હેઠળ સીટી એ ડીવીઝનમાં ચાર વિરુદ્ધ ગુન્હો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

























































