Mysamachar.in-સુરત
આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી અને ઢોંગી તાંત્રિક બાબોઓની ચુંગાલમાં ફસાઈ જતા હોય છે, બાદમાં પસ્તાવાનો પાર રહેતો નથી, સુરતમાં પણ એક વેપારી સાથે આવું જ થયું અને લાખોના દાગીના ગુમાવવાનો વારો આવ્યો છે, તમારો આખો કબાટ પૈસાથી ભરાયને છલકાય જશે, આવી વાતો કરી સુરતના અડાજણના આધેડે 6 લાખના દાગીના ગુમાવ્યા હતા અંતે આધેડે ઠગ તાંત્રિક વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અડાજણ ખાતે રંગીલા રો હાઉસમાં રહેતા અને હજીરાની ખાનગી કંપનીમાં નોકરી કરતા ભરત નટવર બુંદેલાની 2018માં તેના સાઢુભાઈ વિક્રમ મારફતે અમદાવાદના તાંત્રિક વિપુલ ઠાકોર સાથે ઓળખાણ થઈ હતી. ઘરે આવી રૂપિયાનો વરસાદ કરવાની વિપુલ ઠાકોરની ચમત્કારિક શક્તિ વિશે વિક્રમે જણાવ્યું હતું,
રાત્રે પૂજા કરવા તાંત્રિકે દાગીના તેમજ પૂજાસ્થાન હોય ત્યાં પૂજા કરવાની વાત કરી હતી.ભરતે પૂજા કરવા પહેલા માળનો રૂમ આપ્યો હતો. તાંત્રિકે પૂજાવિધિ લાંબી ચાલશે અને ઘરમાં અપવિત્ર હાજરીથી પૈસાનો વરસાદ થઈ શકે તેમ નથી. આથી કર્મચારીએ ઘરના સભ્યોને ગ્રાઉન્ડ ફલોરમાં રહેવા મોકલી દીધા હતા. 12-11-2018એ તાંત્રિકે વિધિ કરી ઘરના સભ્યોને જણાવ્યું કે ‘ ઉપરના રૂમમાં જે કબાટ છે તેમાં મે વિધી કરી ચમત્કારિક ફુલો નાખ્યાં છે જે ફુલ થોડા સમય પછી રૂપિયા બની જશ.મારી રજા વગર કબાટ ખોલતા નહીં ’ કહી તાંત્રિક જતો રહ્યો હતો.ઘણા મહિના થવા છતાં કબાટ ખોલવા તાંત્રિકે પરમિશન આપી ન હતી. લોકડાઉન બાદ પણ તાંત્રિક ઘરે આવ્યો ન હતો. ત્યાર બાદ તાંત્રિકે તેના સાગરિત સાથે આવી રૂમમાં જઈ વિધિ કરી પાણીનો છટકાવ કરી કબાટનો દરવાજો ખોલ્યો હતો. કબાટમાંથી 500ની નોટો કાઢી તાંત્રિકે ભરતભાઈને કહ્યું કે ‘આ તો એક નમૂનો છે થોડા સમય રાહ જુઓ તમારો આખો કબાટ પૈસાથી ભરાયને છલકાય જશે જે બાદમાં તાંત્રિકે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
તાંત્રિકના સાગરિત વિનોદ પંચાલનો ભરતભાઈએ સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે વિપુલ મહારાજ હાજર નથી અને તેઓ કોઈ લાંબી પૂજાવિધિમાં વ્યસ્ત છે. કર્મચારીને શંકા જતા કબાટ ચેક કર્યો તો તેમાંથી 6 લાખના ઘરેણાં ગાયબ હતા. આથી ભરતભાઈ બુંદેલાએ અડાજણ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અમદાવાદના વીએસ હોસ્પિટલની પાસે રહેતા તાંત્રિક વિપુલ પ્રહલાદ ઠાકોરની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.જે બાદમાં ભરતભાઈ પોતાના મકાનના પહેલા માળે રાખેલો કબાટ ખોલી ચેક કરતા પરિવારના સભ્યોના 6 લાખના દાગીના પણ ગાયબ હતા.જે મામલે ઠગાઈની ફરિયાદ નોંધાવતા ગાયબ તાંત્રિક ને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે.