Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા તંત્રની મીઠી નજર હેઠળ થઇ રહેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને લઈને માયસમાચારે છેલ્લા કેટલાક દિવસોથી એક મુહિમ ઉપાડી અને લોકોનો અવાજ બનવાનો એક પ્રયાસ કર્યો છે,ત્યારે જામનગરના એક જાગૃત નાગરિક પણ પોતાના ઘર નજીક સ્થાયી દબાણ થાય તે પૂર્વે જ મનપા સહિતના તંત્રને પોતાની રજૂઆત કરી હોવા છતાં પણ તેની રજૂઆત એક વર્ષથી વધુ સમયગાળો અને વિવિધ કચેરીઓમા લેખિત અને મૌખિક સ્વરૂપે કરવા છતાં કોઈએ સાંભળી નહિ અને અંતે ગેરકાયદેસર છાપરા સહિતના ન્યુસન્સ આજની તારીખે તેવોનો પરિવાર ભોગવવા મજબુર છે,અંતે તંત્ર એ દાદ ના આપતા તેવો માયસમાચાર કાર્યાલય ખાતે આવ્યા અને પોતાની રજૂઆત કરી છે,

શહેરના મેહુલનગર વિસ્તારમાં વસવાટ કરતાં વ્યાપારી જીગ્નેશભાઈ મુંગરા આ વિસ્તારમાં પોતાનું મકાન ધરાવે છે,જે જગ્યા ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાંચ દુકાનો આવેલી છે,જે નિર્મળ શોપીંગ સેન્ટરના નામે ઓળખાય છે,આ દુકાનો ઉપરનો આકાશી હક જીગ્નેશભાઈ પાસે હોવાનો તેમનો દાવો છે,આ જગ્યાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી દુકાન નં.૫(શેરીના ખૂણે)ના માલિક/કબજેદાર આ દુકાનની આગળ છોડવામાં આવેલ પાર્કિંગની જગ્યામાં મોટો ખાડો ખોદી પાણીનો ટાંકો બનાવવાની તજવીજ હાથ ધારેલ છે,ઉપરાંત દુકાનની આગળ પાર્કિંગની જગ્યામાં જામનગર મહાનગરપાલિકાની કે માલિક તરીકે જીગ્નેશભાઈ ની રજા-મંજૂરી લીધી નથી.તે નિયમો મુજબ તદન ખોટું અને ગેરકાયદેસર છે,ઉપરાત પાર્કિંગ ભાગ દુકાન આગળ સ્થાયી રીતે પતરાઓ નાખી ગેરકાયદેસર રીતે સ્થાયી દબાણ કરેલ છે.
જયારે આ દુકાન નજીક સ્થાયી રીતે પતરાઓ પડ્યા નહોતા અને તેની પેરવી હતી ત્યારે જ જીગ્નેશભાઈએ જામનગર મહાનગરપાલિકા ના એસ્ટેટવિભાગ,ટાઉન પ્લાનીંગ વિભાગ સહિતના વિભાગોને જરૂરી લેખિત મૌખિક રજુઆતો પણ કરી હતી,પણ તેને ક્યારેય સંતોષકારક જવાબ ના મળ્યાનો બળાપો પણ તેવો કાઢે છે,જીગ્નેશભાઈ તો ઠીક પણ આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરના પત્રને પણ મનપાએ ના ગણકારી અને સભ્યની પણ અવગણના કરી છે,

કોર્પોરેટર મેરામણભાઈએ જીજ્ઞેશભાઈની રજૂઆત સંદર્ભે પોતાના લેટરપેડ પર ટાઉન પ્લાનિંગ શાખાને લેખિત રજૂઆત કરી હતી કે મારા વિસ્તારમાં રહેતા હંસાબેન વિઠલભાઈ મુંગરા એ કરેલ છે,તે ઉપર તેમની માલીકીની જગ્યા અને માર્જીનમાં કોઈ દુકાનદાર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે,અને તે બાબતે તેમની રજૂઆતને ધ્યાને લઈને બાંધકામના કાયદાઑ નિયમોને ધ્યાને રાખી તેમને યોગ્ય ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવા વિનંતી,તેને પણ ટીપીઓ દ્વારા ધ્યાન ના આપવામાં આવ્યાનું અરજદાર જણાવે છે.તો જીગ્નેશભાઈની આ એકવર્ષ ની લડાઈમાં તેવોને કેટલાય અધિકારીઓ દ્વારા એવા તો વિચિત્ર જવાબો મળ્યા છે કે જે એક સામાન્ય નાગરિકના હક્ક અને માનસન્માનની વિરુદ્ધ હોવાનું તે જણાવે છે,






